રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીનો તહેવાર શરૂ થઈ ગયો છે. તો બીજીતરફ રજાઓને લઈને પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક ગેંગ પાસેથી હથિયારો મળી આવ્યા હતા. જેમાં 7 દેશી તમંચા, 7 દેશી પિસ્તોલ, 1 દેશી રિવોલ્વર સહિત 16 કાર્ટિસ મળી આવ્યા હતા. પત્રકાર પરિષદ સંબોધતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું કે, 15 હથિયાર અને કાર્ટિસ સાથે 5 લોકોની ધરપકડ કરવામા આવી છે. જ્યારે જામનગર જિલ્લામાંથી 9 પિસ્તોલ અને 1 તમંચા સાથે 9 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસઓજી પોલીસનું ઓપરેશન
તહેવારોને લઈને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે ગોંડલ રોડ પરથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા ગેંગ હોવાનું સામા આવ્યું હતું. એસઓજીની ટીમે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તેમની તપાસ કરતા હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. આ આરોપીઓ પાસેથી કુલ 1 લાખ 20 હજાર જેટલા રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 


જામનગરમાંથી પણ હથિયારો ઝડપાયા
જામનગરમાં હથિયારો સાથે 9 શખ્સ ઝડપાયા હતા. જામનગર LCBએ આરોપીઓ સહિત 9 પિસ્તોલ અને એક દેશી તમંચો જપ્ત કરવામાં આવ્યા હતા. જામનગર LCBને પેટ્રોલિંગ દરમિયાન હથિયારો સાથે આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે 9 આરોપીઓ પાસેથી રૂ.4.62 લાખની મતા કબજે કરી હતી. શહેરમાં તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા માટે LCB દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.