રાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો
રાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દિવસેને દિવસે રાજકોટમાં કોરોનાના કેસોમાં બ્લાસ્ટ થઈ રહ્યો છે. આવામાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરાઈ કે, રાજકોટમાં સાતમ આઠમના તહેવાર પર જાહેર સ્થળ પર ફરવા પર પ્રતિબંધ મૂકાયો છે. રાજકોટના ફરવાલાયક સ્થળો આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી તળાવ, અટલ સરોવર, રેસ્કોર્સ સહિતના સ્થળો પર ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સામાન્ય દિવસોમાં પણ લોકો રેસ્કોર્સની પાળી પર બેસીને વાતો નહિ કરી શકે. રેસકોર્સ રોડ પર માત્ર વોકિંગ કરવાની જ છૂટછાટ આપવામાં આવી છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દિવસેને દિવસે રાજકોટમાં કોરોનાના કેસોમાં બ્લાસ્ટ થઈ રહ્યો છે. આવામાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરાઈ કે, રાજકોટમાં સાતમ આઠમના તહેવાર પર જાહેર સ્થળ પર ફરવા પર પ્રતિબંધ મૂકાયો છે. રાજકોટના ફરવાલાયક સ્થળો આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી તળાવ, અટલ સરોવર, રેસ્કોર્સ સહિતના સ્થળો પર ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સામાન્ય દિવસોમાં પણ લોકો રેસ્કોર્સની પાળી પર બેસીને વાતો નહિ કરી શકે. રેસકોર્સ રોડ પર માત્ર વોકિંગ કરવાની જ છૂટછાટ આપવામાં આવી છે.
કોઝિકોડે વિમાન દુર્ઘટનાના પાયલટ દીપક સાઠેનું ગુજરાત સાથે ઋણાનુબંધ રહ્યું છે, કચ્છના ભૂકંપમાં કરી હતી કામગીરી
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, આ મહિનામાં આવતા મહોરમના તહેવારને લઈને જાહેરનામુ બહાર પડાયું છે. તાજિયાને ઠંડા કે વિસર્જન કરવા કાર્યક્રમ કે જુલુસ યોજી શકાશે નહિ. તાજિયાને જાહેર માર્ગ પર પરિવહન કરવા માટે પણ પ્રતિબંધ મૂક્કયો છે. ઓગસ્ટ મહિનાના અંતમાં મહોરમ તાજિયાના તહેવારને ધ્યાને રાખીને આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મુસ્લિમ બિરાદરો મહોરમ તાજિયાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે.
સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, સત્તાધારી-સહકાર પેનલને 8-8 બેઠક મળી, અંતિમ નિર્ણય ભાજપ કરશે
રાજકોટ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં માસ્ક વગર 1 લાખ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. તો 100 જેટલા લોકો વિરુદ્ધ કન્ટેનમેન્ટ, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તોડવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ, રાજકોટના ગ્રામ્ય વિસ્તાર જેતપુરમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. જેતપુરમાં આજે વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેતપુરમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આ કેસ સામે આવ્યા છે. જેમાં મોટા ચોક, પાંચ પીપળા રોડ, ફૂલવાડી, જૂની દેસાઈ વાડી, અમારધામમાંથી આ કેસ નોંધાયા છે. ગ્રામ્યના વીરપુર, અને ચારણીયામાં પણ 1-1 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં મળી કુલ 152 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર