રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યભરમાં ચીલઝડપના ગના આચરતી આંતરરાજ્યની કુખ્યાત ‘ભાતુ’ ગેંગના 5 સભ્યોની રાજકોટ (Rajkot) ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સાથે જ રાજકોટ પોલીસે (Rajkot Police) 23 જેટલા ગુના (Crime)ના ભેદ ઉકેલી કાઢ્યા છે. પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી કુલ ૨ લાખ 15૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ભાતુ ગેંગ કેવી રીતે આતંક મચાવતી હતી તે જાણીને ચોંકી જશો. 


ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદીઓ એકદમ પાછળ, એક કારચાલકે ઈ-મેમો મેળવવામાં રેકોર્ડ બનાવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસના સકંજામાં રહેલ 5 શખ્સો આંતરરાજ્ય "ભાતુ" ગેંગના છે. આ આરોપીઓના નામ અમિત પ્રદીપકુમાર ભાતુ, શ્રવણ ઉર્ફે ઘોટા ભાતુ, અખિલેશ સુખારામ ભાતુ, જીતેન્દ્ર સતીશ ભાતુ અને રાજેશ્વરપ્રસાદ જ્યોતીપ્રસાદ ભાતુ છે. ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં એક વૃધ્ધ મહિલાના હાથમાંથી થેલો ઝૂંટવી આશરે દોઢ લાખની ચીલઝડપનો બનાવ બન્યો હતો. જે બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી હતી અને તેના બીજા દિવસે ગોધરા ખાતે 50,૦૦૦ની ચીલઝડપનો બનાવ સામે આવ્યો હતો . સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં પણ ભાતુ ગેંગ સામેલ હોવાનું ખૂલ્યું હતું. જેતી પોલીસે તપાસ સઘન બનાવી હતી. ત્યારે પોલીસે ચક્રો ગતિમાન કરીને ગેંગના 5 સભ્યોને પકડી પાડ્યા છે. 


પોરબંદરમાં રખડતા ઢોરો માટે જાહેરનામુ, પણ અમલ થશે તેની કેટલી ગેરેન્ટી?


કેવી હતી મોડસ ઓપરેન્ડી
રાજકોટના એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું કે, ભાતુ ગેંગના તમામ સભ્યો મૂળ ઉતરપ્રદેશના વતની છે. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત રાજ્યોમાં ચીલઝડપના ગુનાને અંજામ આપી રહ્યાં છે. આરોપીઓ જે શહેરમાં ગુનાને અંજામ આપવા જાય તે સમયે તેની નજીકમાં આવેલ કોઈ પણ દેવસ્થાન ખાતે રોકાતા હતા અને બાદમાં ૨ મોટરસાઈકલ લઇ ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ ચીલઝડપ કરતી સમયે માથા પર હેલ્મેટ પહેરતા હતા. જેથી તેમના ચહેરાની ઓળખ કોઈ પણ જગ્યા પર રહેલા CCTV કેમેરામાં ન થઈ શકે. 


રાજકોટમાં ગુનાને અંજામ આપતા સમયે તેઓ ચોટીલા ખાતે રોકાણ કરતા હતા અને વડોદરામાં ગુનો કરતા સમયે પાવાગઢ ખાતે રોકાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની આકરી પૂછપરછ કરતા ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, વડોદરા, મોરબી, જામનગર અને ગોધરા સહિત મહારાષ્ટ્ર અને પંજાબના 23 જેટલા ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી છે.  


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટ કાયદો ફરજિયાત અમલમાં લાવવા નિર્ણય કરાયો છે અને હેલ્મેટ પહેરી ગુનાને અંજામ આપતા આરોપીઓ પોલીસ માટે પણ પડકાર રૂપ સાબિત થઈ શકે તેમ છે. હાલ રાજકોટ પોલીસને આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ કેટલાક ગુનાના ભેદ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.