રાજકોટ : ચાર ઈન્કમટેક્સ કર્મચારી દારૂની મહેફિલ માણતા પકડાયા
રાજકોટના રેસકોર્સ પાર્કના ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ જામી છે તેવી પોલીસને બાતમી મળી હતી. ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
રક્ષિત પંડ્યા/રાજકોટ :દિવાળીનો તહેવાર હોવાથી લોકો પાર્ટી (diwali party) ના મૂડમાં આવી જાય છે. આવામાં પોલીસ પણ સતર્ક થઈ જતી હોય છે. ત્યારે રાજકોટમાં ઈન્કમટેક્ષ વિભાગના ચાર કર્મચારીઓ નશાની હાલતમાં ગઇકાલે રાત્રિના ઝડપાયા છે. આ બનાવથી આસપાસના રહીશો પણ ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી
રાજકોટના રેસકોર્સ પાર્કના ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ જામી છે તેવી પોલીસને બાતમી મળી હતી. ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. રેસકોર્સની પાર્ક શેરી નંબર 2 ના ફ્લેટ નંબર 27-103 માં ચાલી રહેલી દારૂની મહેફિલ પોલીસે પકડી પાડી હતી. આ દરોડામાં પોલીસે સુધીર કુમાર રામકુમાર યાદવ, આશિષ રાજસિંગ રાણા, રવિન્દ્ર સજ્જનસિંહ સિંધુ અને દેવેન્દ્રકુમાર ભાનુપ્રતાપસિંગ નામના શખ્સોને પકડ્યા છે. તેમજ પોલીસે ચારેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : હજારોની લોકોની કબર બનીને સમુદ્રમાં સમાયેલા ટાઈટેનિક જહાજની ટુર માટે થઈ મોટી જાહેરાત