હજારોની લોકોની કબર બનીને સમુદ્રમાં સમાયેલા ટાઈટેનિક જહાજની ટુર માટે થઈ મોટી જાહેરાત

ટાઈટેનિક (Titanic) જહાજ વિશે કહેવામાં આવે છે કે, તે એ સમયનું દુનિયાનું સૌથી સુંદર અને મોટું જહાજ હતું. આ જહારના નિર્માણકર્તાઓએ દાવો કર્યો હતો કે, ટાઈટેનિક ક્યારેય પણ નહિ ડૂબે, પરંત પોતાની પહેલી મુસાફરીમાં જ આ જહાજ હજારો લોકોની કબર બનીને સદા માટે સમુદ્રની ઊંડાઈમાં ગરકાવ થઈ ગયું.

ઝી મીડિયા/બ્યૂરો :ટાઈટેનિક (Titanic) જહાજ વિશે કહેવામાં આવે છે કે, તે એ સમયનું દુનિયાનું સૌથી સુંદર અને મોટું જહાજ હતું. આ જહારના નિર્માણકર્તાઓએ દાવો કર્યો હતો કે, ટાઈટેનિક ક્યારેય પણ નહિ ડૂબે, પરંત પોતાની પહેલી મુસાફરીમાં જ આ જહાજ હજારો લોકોની કબર બનીને સદા માટે સમુદ્રની ઊંડાઈમાં ગરકાવ થઈ ગયું.

ક્યારેય ન ડૂબનારું જહાજ

1/9
image

તેનું નિર્માણ  Belfast (Ireland) ના Harland અને  Wolff શિપયાર્ડમાં કરવામાં આવ્યું હતું. તે 2,223 મુસાફરો સાથે ન્યૂયોર્ક શહેર માટે જવા રવાના થયું હતું. 

1912ની એ રાત બની હતી ઘટના

2/9
image

14-15 એપ્રિલ, 1912 ની રાત્રે ટાઈટેનિક જહાજ ઉત્તર એટલાન્ટિક સાગરમાં બરફના મોટા પહાડ સાથે ટકરાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે, જહાજ તૂટીને બે હિસ્સામાં વહેચાઈ ગયું હતુ. અને તે એ જ બર્ફીલા સાગરમાં સમાઈ ગયું હતું. ઘટનામાં 1500 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. 

97 વર્ષ બાદ મળ્યું જહાજ

3/9
image

આ ઘટનાના 97 વર્ષ બાદ વૈજ્ઞાનિકોને 1985માં એટલાન્ટિક સાગરમાં લગભગ 12467 ફીટ નીચે ટાઈટેનિકનો કાટમાળ મળી આવ્યો હતો. કાટમાળની શોધ બાદ તેના પર ટાઈટેનિક ફિલ્મ (Titanic-1997 film) બની હતી. 

પાણીની અંદર ટાઈટેનિક

4/9
image

ટાઈટેનિક ફિલ્મ મોટાભાગના લોકોએ જોઈ જ હશે. તેના રહસ્ય અને રોમાંચના કિસસા સાંભળીને અને જોઈને આ જહાજને જાણવાની લોકોની ઈચ્છા વધુ તેજ થાય છે. 

ટાઈટેનિકની સફર

5/9
image

જો તમને કહેવામાં આવે કે તમે પણ ટાઈટેનિક જહાજને નજીકથી જોઈ શકો છો, તેને સ્પર્શ કરી શકો છો તો તમને કદાચ વિશ્વાસ ન થાય. કેમ કે, મોટાભાગના લોકો તેને અર્થહીન વાત કહેશે. 100 થી વધુ વર્ષોથી સાગરની અનંત ઊંડાઈમાં સમાઈ ગયેલું આ જહાજ કેવી રીતે જોઈ શકાય તેવુ તમે વિચારતા હશો.

ટાઈટેનિક સર્વેક્ષણ

6/9
image

પાણીની નીચેની દુનિયાની શોધ કરનારી એક કંપનીએ ઓશનગેટ એક્સપીડિશન પોતાના ‘ધ ટાઈટેનિક સર્વેક્ષણ 2021’ (OceanGate Expeditions) પ્રોજેક્ટમાં લોકોને દુનિયાનું સૌથી ફેમસ અને ઐતિહાસિક સાઈટ ટાઈટેનિકની સફર કરાવવાની જાહેરાત કરી છે. 

ટાઈટેનિક ટૂર પેકેજ

7/9
image

ફોક્સ ન્યૂઝ અનુસાર, ઓશનગેટ એક્સપીડિશને ટાઈટેનિક ટુરિસ્ટ પેકેજ કાઢ્યું છે. જે અંતર્ગત તમે 1,25,000 ડોલર (અંદાજે 92,68,000 રૂપિયા) ખર્ચીને સમુદ્રની નીચે ટાઈટેનિક જહાજના કાટમાળને જોઈ શકો છો. 

10 દિવસનુ હશે પેકેજ

8/9
image

આ મિશન 6 કેટેગરીમાં ચાલશે અને એક મિન 10 દિવસનુ હશે. મે થી જુલાઈની વચ્ચે આ મિશન ચલાવાશે. એક બેચમાં 5 સબમરીન ગોતાખોર સામેલ હશે. આ ગોતાખોર નાગરિક વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ તમને કાટમાળની સાઈટ પર લઈ જશે. 

આપવામાં આવશે સ્પેશિયલ ટ્રેનિંગ

9/9
image

આ મિશન પર જવા માટે ઓશનગેટ એક્સપીડિશનના પ્રોજેક્ટ અંતર્ગત પાણીની નીચે ટાઈટેનિકના કાટમાળની શોધ અને રિસર્ચ માટે લોકોને ખાસ રીતે ટ્રેઈન કરાશે. એક્સપર્ટસની એક પેનલ આ પ્રોજેક્ટમાં પાણીની અંદર જનારા લોકોની પસંદગી કરશે. મિશન માટે પસંદ કરાયેલા લોકો નાગરિક વૈજ્ઞાનિક અને શોધકર્તા કહેવાશે.