Rajkot News ગૌરવ દવે/રાજકોટ : નવરાત્રિના પર્વને લઇ રાજકોટ શહેર પોલીસ સતર્ક બની છે. નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ બહેનો મન મૂકીને નવરાત્રી પર્વને માણી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ ખડે પગે રહી સુરક્ષા આપી રહી છે. તો સાથે જ આ વખતે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. રાજકોટ પોલીસનો શું છે આ એક્શન પ્લાન તેમજ મહિલા પોલીસ કઈ રીતે આપી રહી છે બહેનોને સુરક્ષા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીઓની છેડતી કરતા મનચલાઓની હવે ખેર નથી. રાજકોટ શહેર પોલીસે નવરાત્રી પર્વને લઈ એક્શન પ્લાન બનાવ્યો છે. મહિલા પોલીસની ' શી ' દ્વારા તમામ અર્વાચીન ગરબામાં સતત નજર રાખી રહી છે. ટ્રેડિશનલ પહેરવેશમાં મહિલા પોલીસ બહેનોને સુરક્ષા આપી રહી છે. જો મનચલાઓ દેખાશે તો પોલીસ તેને બરાબરનો પાઠ ભણાવશે.


PMO ના નામે ગુજરાતમાં કેટલા લોકો ચરી ખાય છે! વધુ એક નકલી ઓફિસર સામે ફરિયાદ થઈ


નવરાત્રિનું સમગ્ર રાજ્યમાં ખૂબ જ મહત્વ રહેલું છે રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રીની રાત્રે જાણે ચોકે ચોક ગરબીઓ અને અર્વાચીન ગરબાઓનું આયોજન થતું હોય છે. પરંતુ આ નવ દિવસમાં પોલીસની કામગીરી પણ વધી જતી હોય છે. કારણકે આ નવ દિવસમાં શક્તિ રૂપી બહેનોની સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા બહેનોનિ સુરક્ષા માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં પોલીસ પેટ્રોલિંગ જ નહિ, પરંતુ ગરબી ગ્રાઉન્ડમાં અંદર જઈને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં જેથી ગ્રાઉન્ડ પરની હકીકત તેઓ જાણી શકે. 


ડીસીપી પૂજા યાદવના જણાવ્યા પ્રમાણે, મહિલા પોલિસની ખાસ 'શી' ટીમને પાંચ અલગ અલગ ટીમોમાં ડિવાઈડ કરવામાં આવી છે. જે ટીમોની મહિલા પોલીસ કર્મચારીઓ પોતે ટ્રેડિશનલ એટલે કે ચણીયા ચોલી વગેરે પહેરી ગરબીના ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહે છે. યુવતીઓ સાથે કોઈ મનચલો યુવક છેડતી કરતો દેખાય તો તેને તાત્કાલિક પકડી 'શી ' દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે. રોમિયોગીરી કરતા શખ્સને તે ખબર પણ નહીં હોય કે તેની સામે જ ટ્રેડિશનલ ડ્રેસકોડમાં રમતી યુવતી કોઈ સામાન્ય યુવતી નથી પરંતુ પોતે પોલીસ કર્મચારી છે.


બે ગુજ્જુ મિત્રોએ ગુજરાતની ધરતી પર શક્ય નથી તેવા લાખોના ફૂલની ખેતી કરી


આ તમામ 5 ટીમને શહેરના અલગ અલગ વિસ્તાર ફાળવવામાં આવ્યાં છે. જે પોતાના વિસ્તારમાં ગરબા ચાલુ થાય ત્યારથી સવારના ૪ વાગ્યા સુધી સતત પેટ્રોલિંગ કરે છે. એક ટીમમાં કુલ પાંચ મેમ્બર છે. આ ટીમ અલગ અલગ મોટા મોટા ગરબામાં જઈને વિઝિટ કરી અને ત્યાંની મહિલાઓ સાથે વાતચીત પણ કરે છે અને વેશ પલટો કરી ગરબાના ગ્રાઉન્ડ પર સેફ માહોલ છે કે નહીં તેની તમામ અપડેટ જે-તે પોલીસ સ્ટેશનને આપે છે. જો કોઈ વિસ્તારમાં અનિચ્છનિય બનાવ બને છે. પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને કાર્યવાહી કરે છે.


આ ટીમ માત્ર ગરબા ગ્રાઉન્ડમાં જ નહિ પરંતુ પાર્કિગમાં નકામા ઉભા રહી બહેનોને ઘુરતા અસામાજિક તત્વોની પણ પૂછપરછ કરે છે. તો સાથે જ મહિલા પોલીસે નવરાત્રિ દરમિયાન મોડી રાતે અથવા તો ગરબા ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારની સમસ્યા જણાઈ તો કંટ્રોલ રૂમ અથવા 100 નંબર પર જાણ કરવા અપિલ પણ કરી છે.


ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયામા જોઈને એવું ફળ ઉગાડ્યુ, લાખોની આવક કરતા થયા