રક્ષિત પંડ્યા/રાજકોટ :દૂધની નદીઓ વહે એ તો સાંભળ્યું હતું, પણ અહીં તો નજરોનજર દારૂની નદીઓ વહેવા લાગી. એ પણ દારૂબંધીવાળા ગુજરાતમાં.... તસવીરમાં દેખાતા દ્રશ્યો રંગીલા રાજકોટના છે, જ્યાં દારૂની નદીઓ વહેતી જોવા મળી છે. ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે કડક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યા હતા, જેના પગલે આજથી 15 દિવસની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ આજે રાજકોટ શહેર ખાતે થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલ કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારૂના અડા પર પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી હતી.


સુરત પોલીસનો સપાટો, રાહુલરાજ મોલમાં ધમધમતા 10 સ્પામાં સાગમટે દરોડા પાડ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોરાળા તેમજ ભક્તિનગર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક પીઆઇ, સાત પીએસઆઈ સહિત 50 પોલીસ કર્મી દ્વારા દારુના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે દારૂના અડ્ડા ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પણ છુપાવેલ દેશી દારૂના આથાનો નાશ કર્યો હતો. રહેણાંક મકનમાં રેડ કરતા ખૂબ મોટી માત્રામાં દેશી દારુનો આથો મળી આવ્યો હતો. જેને સ્થળ પર જ ઢોળી નાશ કરવામાં આવ્યો હતો. જેના પગલે વરસાદી પાણીની જેમ સમગ્ર વિસ્તારના રસ્તા પર દેશી દારૂના આથાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ રેડમાં કુલ પાંચ શખ્સો વિરુધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધાયો છે. તેમજ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. રેડ દરમિયાન 5200 લીટર આથો અને 65 લીટર દેશીદારૂ કબ્જે કરાયો છે.


રાજકોટ : કેટરીંગના કામના નામે મહિલાને હવસનો શિકાર બનાવનાર ત્રણ નરાધમ પકડાયા 


ઉલ્લેખનિય છે કે, જ્યારે પણ ઉચ્ચ અધિકારીઓની સૂચના મળે બાદમાં આ રીતે દરોડા કામગીરી કરવામા આવતી હોય છે. પરંતુ આ વિસ્તારમાં હર હંમેશ દેશી દારૂના અડા પોલીસ રેડ બાદ ફરી શરુ થતા જોવા મળે છે. ત્યારે સવાલ છે કે, શું કાયમી ધોરણે આ અડ્ડા બંધ કરવામાં પોલીસને સફળતા મળશે કે કેમ... ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...