રાજકોટ : કેટરીંગના કામના નામે મહિલાને હવસનો શિકાર બનાવનાર ત્રણ નરાધમ પકડાયા

જેતપુરની ત્યક્તા સાથે રાજકોટ (Rajkot) માં સામુહિક દુષ્કર્મ આચરનાર નરાધમ ત્રિપુટીની પોલીસે દબોચી લીધા છે. કેટરીંગનું કામ હોવાનું કહીને ત્યક્તાને રાજકોટ બોલાવ્યા બાદ ફ્લેટમાં આ નરાધમોએ હવસ (rape) નો શિકાર બનાવી હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

Updated By: Mar 3, 2020, 11:18 PM IST
રાજકોટ : કેટરીંગના કામના નામે મહિલાને હવસનો શિકાર બનાવનાર ત્રણ નરાધમ પકડાયા

રક્ષિત પંડ્યા/રાજકોટ :જેતપુરની ત્યક્તા સાથે રાજકોટ (Rajkot) માં સામુહિક દુષ્કર્મ આચરનાર નરાધમ ત્રિપુટીની પોલીસે દબોચી લીધા છે. કેટરીંગનું કામ હોવાનું કહીને ત્યક્તાને રાજકોટ બોલાવ્યા બાદ ફ્લેટમાં આ નરાધમોએ હવસ (rape) નો શિકાર બનાવી હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

મરવાના 40 સેકન્ડ્સ પહેલા શું દેખાય છે? દુનિયાના સૌથી મોટા રહસ્યનો આ રહ્યો જવાબ

રાજકોટ પોલીસે આ કેસના આરોપી નટવરલાલ ઉર્ફે નટુ કુરજી સોજીત્રા, પરસોતમ ઉર્ફે પી.પી મોહન ઉમરેટીયા અને અશોક મોહન મોરાણીયાને પકડી પાડ્યા હતા. આ શખ્સો પર જેતપુરની ત્યક્તાને કેટરીંગનું કામ હોવાનું કહીને રાજકોટ બોલાવ્યા બાદ સામુહિક દુષ્કર્મ આચરવાનો આરોપ છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ત્યક્તાએ સામુહિક દુષ્કર્મની ફરીયાદમાં જણાવ્યું હતું કે, કેટરીંગનું કામ ન હોવાથી છ દિવસથી મહિલા આરોપી નટુ સોજીત્રાનાં સંપર્કમાં હતી અને કેટરીંગનું કામ આપવાની માંગ કરતી હતી. ત્યારે આરોપી નટુ સોજીત્રાએ ત્યક્તાને રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડીએ બોલાવી હતી અને રણછોડનગરમાં આવેલા ફ્લેટમાં લઇ ગયો હતો. જ્યાં તેને દાનત બગાડીને ત્યક્તા સાથે શારીરિક અડપલા કર્યા હતા. તેમજ ફડાકા ઝીંકીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે નરાધમ નટુ સોજીત્રાએ દુષ્કર્મ આચર્યા બાદ તેમનાં બંન્ને મિત્ર પરસોતમ ઉર્ફે પી.પી ઉમરેટીયા અને અશોક મોહન મોરાણીયાને પણ ફ્લેટે બોલાવીને ત્યક્તા સાથે દુષ્કર્મ કરાવ્યું હતું. હાલ પોલીસે મહિલાની ફરીયાદ આધારે નરાધમ ત્રિપુટીને દબોચી લીધા હતા.

બસ સ્ટેન્ડ પર ઉભેલી આધેડ ઉંમરની મહિલા સાથે યુવાનને થયો પહેલી નજરમાં પ્રેમ, પછી તો...

કેવી રીતે થયો હતો સંપર્ક...?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી નટુ સોજીત્રા બસમાં મુસાફરી કરતો હતો, ત્યારે ત્યક્તા ફોનમાં રસોડાનું કામ કરતી હોવાનું સાંભળી ગયો હતો. ત્યારે નટુ સોજીત્રાએ પોતે પણ કેટરીંગનું કામ કરતો હોવાની ઓળખાણ આપીને મહિલાને પોતાનાં મોબાઇલ નંબર આપ્યા હતા. ત્યક્તા પાસે ઘણાં સમયથી કેટરીંગનું કામ ન હોવાથી છેલ્લા છ દિવસ થી નટુનો સંપર્ક કરતી હતી. ત્યારે બેરોજગારીનો લાભ લઇને નટુ સોજીત્રાએ ત્યક્તાને બોલાવી હતી અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે તમામ આરોપીઓનાં મેડિકલ ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે..

રાજકોટ પોલીસે હાલ તો આ તમામ આરોપીઓને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. પરંતુ સવાલ એ છે કે, રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં બે સામુહિક દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસ કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...