રાજકોટ : તૌકતે વાવાઝોડાને પગલે પરિવહન સેવા પર વિપરિત અસર પડી છે. રાજકોટ એરપોર્ટ પણ સાંજે 4 વાગ્યાથી 19 મે બપોરે 11.15 વાગ્યા સુધી બંધ રહેશે. ભારે પવન અને વરસાદની આગાહીના કારણે આ નિર્ણય લેવાયો છે. એરપોર્ટનાં ડાયરેક્ટર દિગંતા બોરહ દ્વારા સત્તાવાર રીતે બંધના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં તોફાની પવનના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર દર્દીના સગા માટે બંધાયેલો મંડપ તુટી પડ્યો હતો. એસટી બસપોર્ટ અને દરિયાકાંઠાના તમામ રૂટ રદ્દ કરી દેવાયા હતા. અત્રે નોંધનીય છે કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં હાલ એલર્ટ છે. જેના કારણે તંત્ર દ્વારા તમામ ચેતવણીરૂપ પગલા લેવાઇ રહ્યા છે. 


આજે સાંજે વાવાઝોડુ દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાને જોતા રાત્રી કર્ફ્યૂ ઉપરાંત દિવસે પણ લોકોને બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી છે. બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર શહેર વિસ્તારમાં ભારે તોફાની વાતાવરણ જોવ મળી રહ્યું છે. જેના કારણે તંત્ર પણ પગલા ઉઠાવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube