ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કથિત માટી કૌંભાડને લઇને આજે એન.એસ.યુ.આઇ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રજીસ્ટ્રાર જતિન સોની સામે તપાસ કમિટી તપાસ કરી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર પદ્દેથી જતીન સોનીએ રાજીનામું ધરી દીધું હતું. જોકે કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા રાજીનામું સ્વિકારી લેતા એન.એસ.યુ.આઇ દ્વારા કુલપતિને આવેદન આપીને જતિન સોનીને સસ્પેન્ડ કરવાની માંગ અને ફોજદારી ફરીયાદ દાખલ કરવાની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 મહિનાની સગર્ભાને પૂર્વ પતિએ ધડાધડ 8 ગોળીઓ ધરબી દીધી, પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો અને...


સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આચરવામાં આવેલા કથિત માટી કૌંભાડને લઇને આજે તપાસ કમિટીની ત્રીજી બેઠક મળી હતી. જેમાં પૂર્વ રજીસ્ટ્રાર જતિન સોની અને કોચ કેતન ત્રિવેદીની કમિટીનાં સભ્યો દ્વારા પ્રશ્નોતરી કરીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં શારીરિક શિક્ષણ વિભાગનાં નિયામક જતિન સોનીએ પ્રાથમિક નિવેદનમાં ફેરાની દેખરેખમાં બેદરકારી દાખવી હોવાની કબુલાત આપી હતી. 


પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો 5 લાખ તૈયાર રાખજે ગબબર બોલું છું, આવો ફોન આવે તો...


જોકે તપાસ કમિટી બે દિવસમાં આ અંગેનો રીપોર્ટ તૈયાર કરીને કુલપતિને સોંપશે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતીન પેથાણીએ પોતાનાં બચાવમાં નિવેદન આપતા કહ્યું હતું કે, જતિન સોનીને રજીસ્ટ્રાર તરીકેનો વધારાનો હવાલો હતો તેમાંથી મુક્તિ માટે રાજીનામું આપ્યું છે પરંતુ શારીરિક શિક્ષણ વિભાગનાં નિયામક તરીકે તો ચાલું જ છે. કોઇ પણ બિલ પાસ કરવામાં આવે તેમાં રજીસ્ટ્રારનાં ધ્યાને હોય જ છે. જો ગેરરીતિ થઇ હોવાનું તપાસ કમિટીનાં રીપોર્ટમાં સામે આવશે તો પગલા લેવામાં જ આવશે તેવું જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube