8 મહિનાની સગર્ભાને પૂર્વ પતિએ ધડાધડ 8 ગોળીઓ ધરબી દીધી, પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો અને...

કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં પતિ-પત્ની જમતા હતા. પૂર્વ પતિ આવીને છાતીમાં ગોળી ધરબી મહિલાને પતાવી દેતા ચકચાર મચી ગઈ હતી. જોકે ગોળી મારી આરોપી ભાગી રહ્યો હતો ત્યારે સ્થાનિક યુવાને તેનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ગણતરીની મિનીટોમાં જ માધાપર ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મહિલાને 7 મહિનાનો ગર્ભ હોવાનું પણ ખુલ્યું છે.

Updated By: Jul 27, 2021, 10:01 PM IST
8 મહિનાની સગર્ભાને પૂર્વ પતિએ ધડાધડ 8 ગોળીઓ ધરબી દીધી, પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો અને...

ગૌરવ દવે/રાજકોટ : કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં પતિ-પત્ની જમતા હતા. પૂર્વ પતિ આવીને છાતીમાં ગોળી ધરબી મહિલાને પતાવી દેતા ચકચાર મચી ગઈ હતી. જોકે ગોળી મારી આરોપી ભાગી રહ્યો હતો ત્યારે સ્થાનિક યુવાને તેનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ગણતરીની મિનીટોમાં જ માધાપર ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મહિલાને 7 મહિનાનો ગર્ભ હોવાનું પણ ખુલ્યું છે.

પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો 5 લાખ તૈયાર રાખજે ગબબર બોલું છું, આવો ફોન આવે તો...

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આજે ફાયરિંગ કરી સગર્ભા મહિલાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. ગોરખપુરથી રાજકોટ આવેલા મહિલાના પૂર્વ પતિ આકાશ મૌર્યએ હત્યાને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિતનો કાફલો દોડી ગયો હતો. ડીસીપી ઝોન 2 એ સ્થળ તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે, સરિતા પંકજ ચાવડા નામની મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા ગોરખપુરના આકાશ રામાનુજ મૌર્ય સાથે લગ્ન થયા હતા. બાદમાં છૂટાછેડા થતા સરીતાએ રાજકોટમાં પંકજ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. સરિતા બ્યુટી પાર્લરનું કામ કરે છે. આજે પંકજ અને સરીતા બપોરે જમી રહ્યાં હતા ત્યારે આકાશ ગોરખપુરથી આવ્યો હતો. પૈસાની લેતીદેતીમાં માથાકૂટ થઈ હતી. બાદમાં આકાશે સરીતા પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરી હત્યા કરી. ઓટો રિક્ષામાં નાસી ગયો હતો. હાલ પોલીસે આરોપીની અગકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. 

GUJARAT: સુભાષબ્રિજ 2 વર્ષ 4 મહિના સુધી સતત રહેશે બંધ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

ફાયરિંગ કરી આરોપી ફરાર થતા સ્થાનિક યુવક કૃણાલે આરોપીનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આકાશ ઇન્દિરા સર્કલ નજીક રિક્ષામાં બેસી જતો હતો ત્યારે કૃણાલે તેનો સતત પીછો કરી રિક્ષા નંબર પોલીસને આપ્યા હતા. આથી પોલીસે રિક્ષાનો પીછો કરી માધાપર ચોકડીએથી આકાશની ઝડપી લીધો હતો. હાલ પૂછપરછ ચાલુ છે. સ્થાનિક યુવાન કૃણાલે આરોપીનો પીછો કરવા માટે રિક્ષા પાછળ કાર દોડાવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર ચડતા યુવાને BRTS ટ્રેક પર પોતાની કાર ચલાવી પોલીસને રિક્ષા નંબર આપ્યા હતા. પોલીસ દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

ફેસબુક પર મિત્રતા કેળવી લૂંટતી ગેંગ સક્રિય, પંચમહાલના આધેડ સાથે 5 લાખની છેતરપિંડી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક સરિતા ચાર વર્ષ પહેલાં ગોરખપુર ખાતે આરોપી આકાશના પિતાને ત્યાં સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી. આ સમયે બન્નેને પ્રેમ થયો હતો અને ચાર વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. જોકે આ બાદ મહિલાએ રાજકોટ આવી પંકજ નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન આરોપીએ મહિલાને અત્યાર સુધીમાં રૂપિયા આપ્યા હોવાનું રટણ રટી રહ્યો છે. જે પરત ન આપતા આજે રોષે ભરાયને આરોપીએ મહિલાની છાતીના ભાગે ગોળી મારી હત્યા નીપજાવી હતી. જોકે આરોપી આકાશ અગાઉ પણ રાજકોટ આવી માથાકૂટ કરી ચુક્યો હતો. આરોપી આકાશ જ્યારે પણ રાજકોટ આવતો ત્યારે રીક્ષા ચાલક ફિક્સ એક જ રાખતો. ગઈકાલે આકાશ રાજકોટ આવી રીક્ષા ચાલકને ફોન કર્યો હતો પરંતુ રીક્ષા રિપેરીંગમાં હોવાથી સરિતાના ઘરે જઈ શક્યો નહોતો. આજે રિક્ષામાં બેસીને જ સરિતાના ઘરે આવ્યો હતો અને હત્યા કરી રિક્ષામાં જ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આકાશની પૂછપરછ શરૂ કરી હત્યા કરવા પાછળ રૂપિયાની લેતી દેતી જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube