રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક: દિલ્હીના રાજપથ જેવી નીકળી ભવ્યાતિભવ્ય નગરયાત્રા
Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે. આ નગરયાત્રા એટલી લાંબી છે કે, તેનો અંતિમ છેડો રાજકોટની સડકો પર શોધવો હાલ મુશ્કેલ બન્યો છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ :રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે. આ નગરયાત્રા એટલી લાંબી છે કે, તેનો અંતિમ છેડો રાજકોટની સડકો પર શોધવો હાલ મુશ્કેલ બન્યો છે.
વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા
રજવાડી ઠાઠ સંપૂર્ણ રીતે અહી જાળવી રાખવામાં આવ્યો છે. રાજકોટના રસ્તા પર જોવા મળી રહેલો આ ઠાઠ બતાવે છે કે, હજી પણ ભારતમાં રાજાશાહી પરંપરા જીવે છે. શાહી પરિવારની ચાંદીની બગીમાં માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળી છે. ખરા અર્થમાં જાડેજા પરિવારે રાજવી પરંપરાની જાળવી રાખી છે.
સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે બાંયો ચઢાવી, ચોખ્ખા શબ્દોમાં કહ્યું-અમે સરકારને ખુલ્લા પાડીશું....
રાજગાદી સંભાળતા પહેલા રાજાએ પોતાનાં રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે, જે પરંપરા આજે રાજકોટમાં જોવા મળી રહી છે. આ પરંપરાને રાજકોટનાં રાજવી પરીવાર પણ જાળવી રાખશે. એટલું જ નહિં રાજ્યાભિષેક વિધિમાં 100 જેટલા મુળિયા અને ઔષધીનો ઉપયોગ અને 31 તીર્થજળનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ રાજતિલક વિધી કરીને ગાદી ગ્રહણ કરશે. રાજ્યાભિષેક માટે વસંત પંચમીનો શુભ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક