દિવ્યેશ જોશી, રાજકોટઃ રાજકોટમાં ગોંડલ ચોકડી પર લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે 90 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજનું લોકાર્પણ ત્રણ મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટની પ્રજા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે તે જાણીને ખુશ હતી. પરંતુ 90 દિવસ બાદ આ બ્રિજમાં પોપડાં ખરવા લાગ્યા છે. બ્રિજમાં ગાબડું પડવાની માહિતી સામે આવી છે. 90 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ માત્ર 90 દિવસમાં ખોખલો થઈ ગયો છે. હવે જનતાને આ બ્રિજની નીચેથી પસાર થવામાં પણ ડર લાગી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર?
રાજકોટની ગોંડલ ચોકડી પર 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ ફરી વિવાદમાં આવી ગયો છે. બ્રિજ મુખ્યમંત્રીના હસ્તે ખુલો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજમાં ઉપરના ભાગે સેફ્ટી વોલ બનાવવામાં આવ્યો હતો. જેમાં મોટું બાગડું પડ્યું છે. આ ગાબડામાં 30 કિલો જેટલો સિમેન્ડનો માંચડો હવામાં લટકી રહ્યો છે. જો તે નીચે પડે તો દુર્ઘટના સર્જાય શકે છે. 


હવામાનના મોટા અપડેટ : આગામી 5 દિવસ ગુજરાતના 33 જિલ્લાઓમાં આવી છે આગાહી


આ બ્રિજ ખુલો મુકાયાના બીજા દિવસે શહેર તરફનો ભાગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝી 24 કલાક તે શરૂ કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ તંત્રએ આ બ્રિજના એક તરફના ભાગને ફરી શરૂ કર્યો હતો. પરંતુ આ બ્રિજની સ્થિતિ જોઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને લાગે છે કે અહીંથી પસાર થવામાં આવે અને બ્રિજમાં આ રીતે ગાબડાં પડે તો જીવ પર જોખમ સર્જાય શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube