રાજકોટ : શહેરમાં ફરી એક વખત રીક્ષામાં આવેલી ટોળકીએ એન્જીનીયર યુવકને છરી મારીને લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ બે રીઢા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. હાલ આ ટોળકીએ કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. સહિતની દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી: ભાજપે પોતાના યોદ્ધાઓનાં નામ કર્યા જાહેર


રાજકોટનાં કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિ રેસિડેન્સી નજીક રહેતા દિલીપ મોડાસીયાને છરીનાં ઘા ઝીંકી અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. લૂંટનો બનાવ સામે આવતા આજીડેમ પોલીસે ઘટના સ્થળો પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં દિલીપ જગદીશભાઈ મોડાસીયા નામનો વ્યક્તિ નોકરી પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રેલવેના પાટા ઓળંગતી વખતે ચારથી પાંચ જેટલા શખ્સોએ તેને છરીનો ઘા મારી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપીઓ ઓટો રીક્ષામાં ફરાર થઇ ગયા હતા. જેને આધારે પોલીસે 48 જેટલા સીસીટીવી તપાસ કર્યા હતા. જેમાંથી 15 જેટલા શકમંદોની તપાસ શરૂ કરી હતી. જેમાં આ લૂંટને કિશન હસમુખભાઈ અગેસાણીયા, ધર્મેશ ઉર્ફે જીગો પરસોત્તમભાઈ સોલંકી, સુનિલ ઉર્ફે આર્યન ઉર્ફે જીણકો ભાવેશભાઈ શિયાળ, રાહુલ ઉર્ફે રોહિત સુનિલ ભાઈ સોલંકી, કુલદીપ ઉર્ફે રોહન ઉર્ફે બાકડો સુનિલભાઈ સોલંકીએ અંજામ આપ્યો હોવાથી પોલીસે દબોચી લીધા હતા. હાલ પોલીસે તમામ શખ્સોની વધુ પુછપરછ શરૂ કરી છે.


અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત


શું છે ગુનાહિત ઇતિહાસ ?
પોલીસનાં કહેવા મુજબ, પાંચ આરોપી પૈકી આરોપી કિશન અગેસણીયા અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એટીએમ મશીન તોડી ચોરી કરી ત્રણ લાખનું નુકસાન કરવાનાં ગુના સહિત ત્રણ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે કે ધર્મેશ ઉર્ફે જીગો પરસોત્તમભાઈ સોલંકી વિરૂદ્ધ બે જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. આ કામના આરોપીઓ રિક્ષા ડ્રાઇવર તેમજ પેસેન્જરો સ્વાંગ રચી અવાવરું જગ્યાએ ઊભા રહી જતા. ત્યાંથી અવરજવર કરતા કેટલા રાહદારીઓને ટાર્ગેટ બનાવી તેમને રોકી તિક્ષણ હથિયાર બતાવી તેમની પાસે રહેલ રોકડ મોબાઇલ ફોન તેમજ કિંમતી ચીજવસ્તુ કાઢી લઇ લૂંટી ત્યાંથી નાસી જતા હતા. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.પરંતુ રાજકોટમાં રીક્ષામાં મુસાફરોની જેમ સર્વાંગ રચીને લૂંટને અંજામ આપતી આ ટોળકીએ કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube