અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત

રાજ્ય સરકારે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ નિમેલા જસ્ટીસ  ડી.એ. મહેતા તપાસ પંચે પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને આપ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ જસ્ટીસ  ડી.એ. મહેતાએ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ ગાંધીનગરમાં સુપ્રત કર્યા હતા
અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત

અમદાવાદ : રાજ્ય સરકારે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ નિમેલા જસ્ટીસ  ડી.એ. મહેતા તપાસ પંચે પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને આપ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ જસ્ટીસ  ડી.એ. મહેતાએ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ ગાંધીનગરમાં સુપ્રત કર્યા હતા

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તેમજ નવેમ્બર માસમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ અન્વયે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જસ્ટીસ  ડી.એ. મહેતા તપાસ પંચની નિમણૂંક કરી હતી. જેમણે હવે તપાસ પંચનો અહેવાલ સુપ્રત કર્યો છે. 

હાઇકોર્ટના નિવૃત જસ્ટીસ  ડી.એ. મહેતાએ પોતાના આ તપાસ પંચના તપાસ અહેવાલ આજે મુખ્યમંત્રીને સુપ્રત કર્યા હતા. કાયદા રાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ તેમજ કાયદા સચિવ  વ્યાસ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news