નરેશ ભાલિયા/જસદણ :એક એવો ગુનેગાર કે જેની જિંદગી ગુનાઓના લિસ્ટને લાંબુ કરવા ગઈ છે, અને નાની ઉમરમાં 12 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે અને અનેક જિલ્લાની પોલીસ તેને શોધી રહી હતી, ત્યારે મોરબીમાં 1 કરોડ અને 19 લાખની લૂંટને અંજામ આપનાર આ શાતિર ગુનેગારને રાજકોટ SOG એ પકડી પડ્યો છે. તેનુ નામ છે વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મદુરિયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શાતિર ગુનેગાર સામે રાજકોટના જસદણમાં એક મારામારીનો ગુનો નોંધાયો હતો અને રાજકોટ પોલીસ જસદણ પોલીસ મારામારી કરનાર આ આરોપીને શોધી રહી હતી. ત્યારે રાજકોટ SOG એ ગઢડીયા ચોકડી પાસેથી આરોપીને પકડી પાડ્યો અને તેની સાથે 3 થી 4 જિલ્લામાં 12 જેટલા ગુના કરીને મોરબી અને જસદણના ગુનામાં નાસ્તો ફરતા આરોપી હાથ લાગ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મદુરિયાને પકડી લીધો હતો અને સાથે સાથે અનેક રહસ્ય અને ચોરીના રાઝ ઉકેલાયા હતા. જેમાં ખાસ તો થોડા સમય પહેલા મોરબીમાં એક મોટી લુંટ થઈ જેનો ભેદ ઉકેલાયો છે.


આ પણ વાંચો : અમદાવાદીઓનો શ્વાસ પણ ઝેરી, પીરાણાનો ડુંગર ઝેર ઓકી રહ્યો છે, પ્રદૂષણ ત્રણ ગણું વધ્યું


કોણ છે શાતિર દેવરાજ ખેંગાર
રાજકોટ SOG એ જસદણમાંથી પકડેલ વિનોદ ઉર્ફે દેવો ,દેવરાજ ખેંગાર મદુરિયા મૂળ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામનો છે. દેવો એક શાતિર ગુનેગાર તરીકે ઓળખ ધરાવે છે, તે કોઈ કામ ધંધો કરતો નથી અને પૈસા માટે લુંટ તેનો મુખ્ય ધંધો છે. લુંટ કરવી લોકોને ધાકધમકીથી પૈસા પડાવવામાં તે માહિર છે. મારામારી કરવી તેના માટે સામાન્ય છે. વિનોદ ઉર્ફે દેવા ઉપર અલગ અલગ જિલ્લામાં 1–2 નહિ, પરંતુ 12 થી વધુ ગુના નોંધાયા છે. જેમાં મોરબીમાં થયેલ મોટી લૂંટ પણ સામેલ છે. દેવાએ મોરબીમાં 1 કરોડ અને 19 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને આ ગુનામાં નાસ્તો ફરતો હતો, અને રાજકોટ પોલીસ તેને જેલ ભેગો કર્યો છે.


ગુજરાતમાં માંગો એટલું ડ્રગ્સ મળશે, ગીરસોમનાથમાં ચરસ અને રાજકોટમાંથી મેફેડ્રોન પકડાયુ


દેવાનો ગુનાહિત ઇતિહાસ....
દેવો અનેક જિલ્લામાં વિવિધ ગુના મોરબી અને જસદણના ગુનામાં વોન્ટેડ હતો. દેવાનું ગુનાઓનું લિસ્ટ બહુ લાંબુ છે, તેની ઉપર અત્યાર સુધીમાં 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને દરેક જિલ્લાની પોલીસ આ શાતીર ગુનેગારને શોધતી હતી. રાજકોટ SOG એ આ ગુનેગારને પકડીને જેલમાં નાંખતા રાજકોટ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે.