Rajkot Politics : રાજકોટમાં વોકળાનો સ્લેબ તૂટવા અંગે રાજકારણ ગરમાયું છે. સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાના કિસ્સામાં હવે એકબીજા પર દોષનો ટોપલો ઢાળવામાં આવી રહ્યો છે. એવી પણ ચર્ચા છે કે, વજુભાઈ વાળ જ્યારે રાજકોટના મેયર અને વિજય રૂપાણી સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હતા, ત્યારે શિવ ડેવલપર્સને વોંકળો વેચાયો હતો. બિલ્ડરે ખર્ચ ઘટાડવા માટે સ્લેબની જાડાઈ 40 ના બદલે માત્ર 15 સેન્ટીમીટર રાખી હતી. ત્યારે સવાલ એ છે કે, આખરે આવા બાઁધકામને મંજૂરી શા માટે આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાને પગલે શિવમ-1 અને 2 કોમર્શિયલ બિલ્ડિંગ સિલ કરાયું છે. 80થી વધુ દુકાન, શો-રૂમ, ઓફિસોને નોટિસ ફટકારાઈ છે. સંચાલકોને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ કરાયો છે. RMCએ વોકળાનું પાણી બહાર કાઢી સફાઈ હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનાથી 32 વર્ષ બાદ વોકળાની સફાઈ કરવામાં આવી. શિવમ બિલ્ડરે ખર્ચ ઘટાડવા વોકળામાં કામમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે. 40ના બદલે માત્ર 15 સે.મીનો જ સ્લેબ બનાવ્યો હતો. વોંકળો વેચ્યો ત્યારે સફાઈની જવાબદારી બિલ્ડિંગના સંચાલકોની રહેશે તેવી શરત મૂકવામાં આવી હતી. 


જૂનાગઢ : કારમા ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ, ન્હાવાનું ગમતુ ન હોવાથી કારમાં સંતાયો
       
રાજકોટ-સર્વેશ્વર ચોક દુર્ધટના કેસમાં RMC દ્વારા શિવ ડેવલોપર્સને નોટિસ અપાઈ છે. બિલ્ડીંગનું સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટિફિકેટ આપવા નોટિસ ફટકારાઈ છે. શહેરમાં કુલ ૧૪ બિલ્ડીંગો વોંકળા પર ઉભા છે, જેના પર સ્ટ્રકચર સ્ટેબિલીટી સર્ટિફિકેટની ચકાસણી કરાશે. 


આ મુદ્દે કોંગ્રેસના વોંકળા વેંચવાના આક્ષેપ પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વોંકળા પર બાંધકામની મંજૂરીનો ઠરાવ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટમાં વોંકળા પર બાંધકામને મંજૂરી આપવામાં આવતી નથી.


ત્યારે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પત્રકાર પરિષદ કરીને આક્ષેપો કર્યા કે, દુર્ઘટના માટે જવાબદાર સીધું જ મહાપાલિકા છે. વોંકળા ઉપર બાંધકામ કોની મંજુરીથી કરવામાં આવ્યું છે. મુખ્ય જગ્યા પર વધુ બાંધકામ કરવા વોંકળો વેચવામાં આવ્યો હતો. ભરતીભેણીમાં આ વોકળો વેચવામાં આવ્યો હતો. રાજકોટનો પ્રથમ આ વોકળો વેચવામાં આવ્યો હતો. જે-તે સમયે કોંગ્રેસે આ વોકળો વેંચાતા વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા સુધીરભાઈ હતા.


ગુજરાતની તો લોટરી લાગી... કોરોના બાદ વિદેશી પ્રવાસીઓની રાફડો ફાટ્યો


શિવ બિલ્ડર દ્રારા આ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યુ  હતું.
વર્ષ ૧૯૯૦માં RMC દ્રારા પ્લાન મંજૂર મૂકાયો હતો.
વર્ષ ૧૯૯૧માં RMC સમક્ષ રિવાઇઝ પ્લાન મૂકાયો હતો.
વર્ષ ૧૯૯૨માં RMCએ કમ્પીસન સર્ટીફિકેટ આપ્યું હતું.


શિવ બિલ્ડર નાં ભાગીદારોના નામ 
1.કિરીટ કુમાર ધનજી ભાઈ
2.જગદીશ ભાઈ તારાચંદ
3.શ્રીમતી હર્ષાબેન દિલસખ 
4.ભૂપતરાય રણજી ભાઈ
5.ધનરાજભાઈ જેઠાણી..
6.શીતલ કુમાર ચુંનીલાલા
7. વ્રજલાલ ગોકળદાસ


મૂળ જમીન પર RMC એ વોંકળાની જમીન બિલ્ડરને વેંચી હતી. RMCએ વોંકળાના પાણીનો નિકાલ થાય તે રીતે જમીનનું વેચાણ કર્યું હતું. રાજકોટમાં પ્રથમ વોંકળાની જમીન વેંચવામાં આવી હતી. જે તે સમયે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ વિરોધ પણ કર્યો હતો. 


બીજા વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર, સમલૈંગિક વિદ્યાર્થીની સતામણી : હાઈકોર્ટ બગડી