રાજકોટના વેપારીઓએ સરકાર પાસેથી મગફળી અને તેની પ્રોડક્ટના એક્સપોર્ટ પર ઈન્સેન્ટિવની કરી માંગ
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના હોદ્દેદારો ગઇકાલે મુખ્યમંત્રીને પત્ર લખી રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં સોમના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મગફળીના નિકાલ અને નિકાસ બાબતે ચર્ચા કરી હતી. બાદમાં આજે સોંમાના પ્રમુખ સમીર શાહે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે, મુખ્યમંત્રીએ આ બાબતે રસ દાખવી અશ્વિની કુમાર સાથે સંપર્કમાં રહેવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર વર્ષ 2004 પછી સૌથી વધુ આ વર્ષે થયું છે. 17 વર્ષ બાદ સૌથી વધુ વાવેતર ચાલુ વર્ષે અંદાજીત 20 લાખ હેકટરમાં થયું છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ગુજરાતમાં મગફળીનું 15 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
રક્ષિત પંડ્યા/રાજકોટ :સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના હોદ્દેદારો ગઇકાલે મુખ્યમંત્રીને પત્ર લખી રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં સોમના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મગફળીના નિકાલ અને નિકાસ બાબતે ચર્ચા કરી હતી. બાદમાં આજે સોંમાના પ્રમુખ સમીર શાહે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે, મુખ્યમંત્રીએ આ બાબતે રસ દાખવી અશ્વિની કુમાર સાથે સંપર્કમાં રહેવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર વર્ષ 2004 પછી સૌથી વધુ આ વર્ષે થયું છે. 17 વર્ષ બાદ સૌથી વધુ વાવેતર ચાલુ વર્ષે અંદાજીત 20 લાખ હેકટરમાં થયું છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ગુજરાતમાં મગફળીનું 15 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
IAS ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં નવો વળાંક, ગાંધીનગરના અધિકારીઓને લઈને કર્યો ખુલાસો
સોમાએ શુ શુ કર્યાં સૂચનો
૧) મગફળી નિકાસ પર એક્સપોર્ટ ઈન્સેન્ટીવ આપવામાં આવે
૨) વેલ્યુએડિશન માટે સરકાર રાહત આપે. બટર અને ચોકલેટની ફેક્ટરી શરૂ થાય તેવા સરકાર પ્રયાસો કરે
૩) કોલ્ડ સ્ટોરેજ માટે સરકાર ખેડૂતોને વધુ સબસીડી આપે
૪) મગફળી વપરાશ વધે તે માટે સરકાર એડ કેમપેઈન ચલાવે
૫) રોગપ્રતિકારક શક્તિ વધારવા સીંગતેલ ફાયદારૂપ હોવાનો સોમાનો દાવો
‘બસમાં જગ્યા નથી...’ કહીને કોરોનાની દર્દીને અધવચ્ચે જ ઉતારી, ગણતરીના કલાકોમાં મોત
સોમાએ એવો પણ દાવો કર્યો છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળી વહેલું વાવેતર અને સારા વરસાદથી અંદાજીત 10 લાખ ટન ઉત્પાદન વધી શકે છે. ચીન સાથે તંગદિલીને કારણે એક્સપોર્ટ કરવામાં અડચણ થઇ શકે છે. પરંતુ સાથે સાથે ચીનના બદલે વેપારીઓ અન્ય દેશોમાં નિકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છે. જેથી કોઈ મોટી અસર થઇ શકે તેમ નથી. આ વર્ષે 10 લાખ ટન મગફળીનું ઉત્પાદન થઇ શકે તેમ છે અને બીજી બાજુ સૌથી વધુ નિકાસ અત્યાર સુધી ચીનમાં થતી હતી. જે હાલમાં ચાઇના સાથેના સંબંધો બગડ્યા છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે અત્યારથી મગફળીના નિકાલ અને નિકાસ માટે પ્લાનિંગ કરે તો ફાયદારૂપ નીવડે તેમ છે.
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ આવતીકાલે સોમા દ્વારા રાજકોટ ખાતે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ સાથે બેઠક કરવામાં આવશે. આ તમામ રજુઆત કૃષિમંત્રીને કરી તેમના મારફત કેન્દ્ર સરકાર સુધી રજુઆત પહોંચાડવા પ્રયાસ હાથ ધરાશે. ત્યારે સરકાર સોમા સાથે બેઠક બાદ યોગ્ય નિર્ણય કરે તો સૌરાષ્ટ્રમાં મગફળી વાવેતર કરતા ખેડૂતો અને વેપારીઓ માટે ફાયદાકારક નીવડી શકે તેમ છે. સાથે જ સીંગદાણા અને સીંગતેલ એ સૌરાષ્ટ્રની ઓળખ બને તેવા પ્રયત્નો કરવા સોમા તમામ મહેનત કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર