હાર્ટ એટેકથી બચવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મોટું પગલું : ઠેર ઠેર લાગ્યા પ્રવેશબંધીના પોસ્ટર્સ
Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો હાર્ટ અટેકની વધતી ઘટનાને પગલે મોટો નિર્ણય... હ્યદય રોગની બીમારી હોય તેવા લોકોને સ્વિમિંગ સહિતની પ્રવૃતિથી દૂર રહે... ફિટનેસ અંગેનું ડોક્ટરનું સર્ટિફિકેટ સાથે રાખવું ફરજીયાત કર્યુ...
Rajkot News : ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ ખતરનાક રીતે વધી રહ્યાં છે. કિશોર અને યુવા વર્ગના જીવ જતા હવે હાર્ટ એટેક ડરાવના બની ગયા છે. ત્યારે હાર્ટ એટેકના ખતરાને ટાળવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. હાર્ટ એટેકની વધતી ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયા છે. જેમાં જણાવાયું છે કે, હાર્ટ એટેકને લગતી કોઈ પણ સમસ્યા હોય તો સ્પોર્ટસ એક્ટિવિટીથી દૂર રહેવું
યુનિવર્સિટીમાં ઠેરઠેર પોસ્ટર લગાવાયા
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વીમીંગ પુલ, મેન્સ જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાસ્કેટબોલ કોર્ટ બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં જણાવાયુ છે કે, હૃદય રોગની બીમારી હોય તો સ્વીમિંગ સહિતની પ્રવૃત્તિથી દુર રહેવું અને ફિટનેસ અંગેનું ડોક્ટરનું સેર્ટીફીકેટ સાથે લાવવું. સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે.
ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફી વધારીને શિક્ષણ બોર્ડ બનશે માલામાલ, થશે આટલા કરોડોની આવક
એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.
અંબાજીનો પ્રસાદ હવે મા અંબાના ભરોસે : ભેળસેળ કરનારી સંસ્થા પધરાવાયો કોન્ટ્રાક્ટ