ગૌરવ દવે/રાજકોટ :રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) માં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વિવિધ કૌભાંડો બાદ હવે આ યુનિવર્સિટી કૌભાંડો (scam) નો અખાડો બની ગયો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ વિરૂધ્ધ દુષ્કર્મનો આક્ષેપ ઉઠ્યો છે. કાયદા ભવનના હેડ આંનદ ચૌહાણે PHDમાં પાસ કરાવી દેવા માટે લાલચ બાદ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. તો બીજી તરફ, ઉભરી રહેલા કૌભાંડોની વાત ગાંધીનગર સુધી પહોંચી છે. જેથી દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ વિદ્યાર્થીનીની અચાનક અરજીને લઈને અનેક તર્કવિતર્કો સર્જાયા છે. યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીનીએ વાઈસ ચાન્સેલરને લેખિતમાં ફરિયાદ કરી કે, 2007 થી 2020 સુધીમાં કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થીનીએ અરજીમાં આક્ષેપ કરતા કહ્યું કે, ગત વર્ષએ મેં મારી સાથે થયેલ અને બળાત્કાર વિશે વાત કરી હતી. મારી સાથે રેપ થયો છે. મને ન્યાય મળ્યો નથી. વિદ્યાર્થીનીએ PHD પ્રવેશ પરીક્ષામાં 100 માંથી 33 ગુણ હોઇ 12 કૃપા ગુણ આપવા માંગણી કરી છે. 


આ પણ વાંચો : ગીરમાં જોયો છે ક્યારેય આવો નજારો, ખેતરમાં એકસાથે 9 સિંહોનું ઝુંડ આવી ચઢ્યું


વાસના અને સ્વાર્થ ભરેલા વિશ્વ વિદ્યાલયમાં મારી અરજી ફોગટ જશે તેવો વિદ્યાર્થીનીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. PHD પાસ કરાવી દેવાની આ લાલચ અપાયાનો આક્ષેપ કર્યો છે. 


ગાંધીનગરથી બુલાવો આવ્યો 
સૌરાષ્ટ્ર યુનિમાં વધી રહેલા કૌભાંડોને પગલે દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિ.ને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિ.ના તમામ સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર (gandhinagar) હાજર થવા સૂચના આપી છે. ભરતી કૌભાંડના સ્ક્રીન શોટ સામે આવ્યા બાદ સરકાર એકશન મોડમાં આવી છે. એટલુ જ નહિ, સૌરાષ્ટ્ર યુનિ.ના સભ્યોને સસ્પેન્ડ કરે તેવી શકયતા છે. ત્યારે દિવાળી બાદ સિન્ડિકેટ સભ્યોને બોલાવતા નવાજુનીના એંધાણની શક્યતા છે.