Loksabha Election 2024: રાજકોટમાં રૂપાલા કરતાં ધાનાણીનો સમાજ મોટો, 4 લાખ લેઉવા અને 1.80 લાખ ક્ષત્રિયો
Loksabha Election 2024: રાજકોટમાં ગીરના 2 શેર વચ્ચે મુકાબલો છે. હવે મેદાને પરેશ ધાનાણી આવતાં રૂપાલા માટે આ જીત આસાન નથી. રાજકોટમાં 16 વાર લોકસભાની ચૂંટણી લડાઈ છે જેમાં ભાજપ 9 વાર અને કોંગ્રેસ 6 વાર ચૂંટણી જીત્યું છે. 2009માં પણ કોંગ્રેસે આ બેઠક પર કબજો કર્યો હતો એ સમયે પાટીદાર ઉમેદવારને હરાવી કુંવરજી બાવળિયા આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. હવે રૂપાલા અને ધાનાણી વચ્ચે રસપ્રદ મુકાબલો થવાનો છે.
Loksabha Election 2024: કહેવાય છે ને અહીં કોઈ અમરપટ્ટો બાંધીને નથી આવ્યું... ભલે રાજકોટ એ ભાજપનો ગઢ ગણાય છે પણ હવે સમીકરણો બદલાયા છે. કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ઉમેદવાર જાહેર થયા તો સમીકરણો બદલાઈ શકે છે. અહીં 22 વર્ષે પહેલાંનું પુનરાવર્તન થઈ શકે છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય લેતાં રૂપાલા માટે હવે જીત એટલી આસાન નહીં રહે.... રૂપાલાને અહીં લેઉવા પટેલ સામે કરેલો બફાટ હવે નડી શકે છે. રાજકોટ બેઠક એ લેઉવા પાટીદારનો ગણાય છે પણ દર ચૂંટણીમાં અહીં કડવા પટેલને ટિકિટ અપાય છે. આ લોકસભાની ચૂંટણીમાં લેઉવા પાટીદારે લેઉવા ઉમેદવારની માગ કરી હતી પણ ભાજપે પેરાશૂટ ઉમેદવાર એવા કડવા પાટીદાર પુરષોત્તમ રૂપાલાને અમરેલીથી અહીં ઉતારી દીધા હતા. હવે રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડશે તો જીત એટલી આસાન તો નહીં જ હોય...
શિક્ષક ધારે તો શું ન કરી શકે..? અઘરા વિષયો સરળતાથી ભણાવવા શિક્ષકે ગોત્યો ગજબનો જુગાડ
ક્ષત્રિયોના આંદોલનને પગલે હવે આ સીટ હોટ સીટ
રાજકોટમાં 7 વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. રાજકોટ એ ભાજપનો ગઢ ગણાય છે. લોકસભાની ચૂંટણી એ વિકાસની રાજનીતિ પર નહીં પણ જ્ઞાતિવાદ પર લડાઈ રહી છે. હાલમાં જ્ઞાતિઓનું ચૂંટણીમાં મોટું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી અહીંથી ભાજપના ઉમેદવારો સતત જીતા આવ્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર જીતી રહ્યા છે. જનસંઘ સમયથી અહીંયા આ પક્ષના ઉમેદવારો જીતે છે અને ત્યારબાદ જનસંઘ ભાજપ થયું ત્યારથી ભાજપ પક્ષનો રાજકોટ બેઠક ઉપર દબદબો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લેઉવા પાટીદારોની મોટી વસ્તી છે. ભાજપ રાજકોટમાં કડવાને જ પ્રમોટ કરે છે. ક્ષત્રિયોના આંદોલનને પગલે હવે આ સીટ હોટ સીટ બની ગઈ છે.
આ ગુજરાતી કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવ્યા લાખોપતિ, એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 8 લાખ
લેઉવા અને કડવાની દ્રષ્ટિએ રાજકોટ બેઠક પર કોણ ભારે?
ધાનાણીએ એમ પણ કહ્યું કે તેમને બે દીકરીઓ છે. પોતાના પરિવારને સમય આપવા માટે તેમણે અગાઉ લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. જો ભાજપ પોતાના નિર્ણય પર અડગ રહેશે તો તેઓ રાજકોટની ચૂંટણી લડશે. ઉમેદવારી કરવા જરૂરી દસ્તાવેજો પણ ધાનાણી તૈયાર કરવા લાગ્યા છે. 16 ટકા લેઉવા 4 ટકા કડવા મતદારો છતાં પ્રાદેશિક સમીકરણ ઠીક કરવા કડવાને વધુ તક અપાઈ છે. લેઉવા અને કડવાની દ્રષ્ટિએ રાજકોટ બેઠક પર નજર કરીએ તો અહીં લેઉવા પટેલોની સંખ્યા વધુ છે. રાજકોટમાં લેઉવાના સાડા ત્રણ લાખ મત છે, જ્યારે કડવા પાટીદારોના લગભગ દોઢ લાખ મત છે. રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા 22 લાખની સામે 1.80 લાખ હોવાનો અંદાજ છે, જેની સરખામણીમાં પાટીદાર સમાજના મત 7 લાખથી વધુ છે.
અમદાવાદમાં હવે લોકોને સિગ્નલ પર ફૂવારાથી ઠંડા કરાશે, ક્યાં લગાવવામાં આવ્યો આ ફુવારો?
અગાઉ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી!
પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણીએ પણ પોતાની તરફથી મજબૂત સંકેત આપી દીધા છે. પરેશ ધાનાણીએ પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું છે કે, હવે હથિયાર હેઠા નહીં મૂકાય… રણ મેદાનમાં ગીતાનું જ્ઞાન લેવા માટે હું તૈયાર છું.‘જો રૂપાલા સાહેબ સ્વેચ્છાએ બેસી જાય, સ્ત્રી હઠનું સન્માન કરે, દેશની દીકરીઓનું સન્માન કરે તો આ સમસ્યાનું સમાધાન થઇ જાય. જો જલ્દી આનું સમાધાન નહીં થાય તો તમે મુંઝાતા નહીં, આ કાર્યકર્તા છે, જે તમારી લાગણીને માન આપીને રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડશે. મારૂ નેતૃત્વ મને આદેશ આપે ત્યારે પરેશ ધાનાણી તૈયાર છે.’ આ ઉપરાંત તેમણે ‘X’ કવિતા લખી છે કે, ‘જો હવે હથિયાર “હેઠા” નહી મુકાવાય, તો “નવીન મહાભારત” ના રણમેદાનમાં “ગીતાનું જ્ઞાન” લેવા હું તૈયાર છું.!’ નોધનીય છે કે, અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી.
ગુજરાતમાં પાટીલ કરતા પણ આગળ નીકળી ગયા ભાજપના આ ઉમેદવાર, આપ્યો 500 પારનો નારો!
રાજકોટ ભાજપનો ગઢ છે
ક્ષત્રિય સમાજના આંદોલનનું કેન્દ્ર બનેલું રાજકોટ ભાજપનો મજબૂત કિલ્લો છે. અત્યાર સુધી યોજાયેલી 16 લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપ 9 વખત જીત્યું છે. 2009ની ચૂંટણી સિવાય પાર્ટીએ 1989થી સતત આ બેઠક પર કબજો જમાવ્યો છે. શિવલાલ વેકરિયા ભાજપના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી અહીંથી વલ્લભભાઈ કથીરિયા ચાર વખત જીત્યા હતા. કોંગ્રેસ આ બેઠક પર છ વખત જીત મેળવી છે. એક ચૂંટણીમાં આ બેઠક જનતા પાર્ટી અને એક વખત સ્વતંત્ર પાર્ટી પાસે હતી. હાલમાં રૂપાલાએ વનવે જીતી જશે એવા અંદાજો લગાવાઈ રહ્યાં હતા પણ પરેશ ધાનાણી મેદાને આવતાં ભાજપે પણ સક્રિય બનવું પડશે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે લેઉવા એક થયા તો રૂપાલાને અસર કરી શકે છે.
અમદાવાદમાં હવે લોકોને સિગ્નલ પર ફૂવારાથી ઠંડા કરાશે, ક્યાં લગાવવામાં આવ્યો આ ફુવારો?
લેઉવા પટેલોની સંખ્યા વધુ
લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ કચ્છ અને સૌરાષ્ટ્રની સાત બેઠકોમાંથી એક બેઠક લેઉવા અને એક બેઠક કડવાને આપીને સંતુલન જાળવી રહી છે. આ વખતે પણ પાર્ટીએ એવું જ કર્યું છે. કડવા પાટીદાર પરષોત્તમ રૂપાલાને રાજકોટથી જ્યારે લેઉવાથી આવેલા મનસુખ માંડવિયાને પોરબંદર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે તો બંને નેતાઓ 22 વર્ષ પછી આમને-સામને થશે. 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા. ત્યારે રૂપાલા રાજ્યના કૃષિ મંત્રી હતા જ્યારે હવે તેઓ કેન્દ્રમાં પશુધન મંત્રી છે. ક્ષત્રિય આંદોલનના કારણે સર્જાયેલા નવા રાજકીય સમીકરણો વચ્ચે રાજકોટ બેઠક ગુજરાતમાં સૌથી વધુ ચર્ચિત બની છે.