ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં ટ્રાફિકની (Traffice) સમસ્યા વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ત્યારે જુબેલી રોડના વેપારીઓએ ગઈકાલે ટ્રાફિક પોલીસ (Traffice Police) ની કનડગતને લઈ વિરોધ કર્યો હતો. વેપાર-ધંધા બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે આજ રાજકોટ (Rajkot) શહેરના લોધાવાડ ચોક અને ભૂતખાના ચોકમાં આવેલી તમામ દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારીઓનું કહેવું છે કે દુકાને ખરીદી કરવા આવતા ગ્રાહકો દુકાન પાસે વાહન પાર્ક કરે એટલે રાજકોટ (Rajkot)  શહેરની ટ્રાફિક પોલીસ ટોઈંગ વ્હિકલ દ્વારા તેમના વાહનો ઉપાડી જાય છે. જેના કારણે ગ્રાહકોને દંડ ફટકારવામાં આવતા તેમના વેપાર ધંધા ઉપર અસર પડી રહી છે. 

અનોખો વિરોધ: AMC ઓફિસમાં ઢોલ અને જાનૈયાઓ સાથે નિકાળ્યો વરઘોડો, ખબર છે કેમ?


ટ્રાફિક પોલીસ (Traffice Police) દ્વારા મન ફાવે તે પ્રમાણે ઉઘરાણાં કરવામાં આવી રહ્યા છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી માગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ કરવા મેયર ડો. પ્રદીપ ડવે એક્શન પ્લાન ઘડ્યો છે અને પોલીસની સાથે બેઠક કરી ટ્રાફિક સમસ્યા હળવી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. તે પહેલાં જ બે દિવસ થી વેપારીઓમાં ટ્રાફિક પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube