રક્ષિત પંડ્યા/રાજકોટ: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે જૂનાગઢ જિલ્લામાં 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ કેસ નોધાયાતા તંત્રમાં દોડધામ વધી ગઇ છે. મહત્વનું છે, કે જૂનાગઢના એક યુવાન, એક પુરુષ અને એક વૃદ્ધાના રોપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે મહત્વનું છે, કે 17 દિવસમાં આશરે 46 જેટલા પોઝિટિલ કેસ નોધાયા હતા. જે પૈકી ગત 17 દિવસોમાં જ 6 લોકોના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ઉતરાયણના દિવસે જ એટલે કે, 14મી જાન્યુઆરીના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે 2 લોનો મોત થયા છે. મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય હતા.


સુરત RTO કચેરીમાં કૌભાંડ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ આપ્યા લાઇસન્સ  


જ્યારે 13 જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતુ થયું હતું. મહત્વનું છે, કે મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમજ અમરેલી, મોરબી, અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો


મહત્વનું છે, કે ગત 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેશ નોઘાયા હતા જેમાંથી સારવાર દરમિયાન 4 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ મળ્યા હતા. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હોસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે 27 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.