Rajkot Smart City: રંગીલા રાજકોટમાં બનશે રન-વે જેવો સિક્સલેન રોડ, હવે પ્લેનની જેમ ઉડશે ગાડીઓ!
Rajkot Smart City: રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનશે. જેણા કારણે ટ્રાફિકના ભારણને ઓછું કરી શકાય. 5 કિલોમીટર લંબાઈ અને 45 મીટર પહોળા રોડ માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી સૌથી પહોળો રોડ બનશે.
ગૌરવ દવે/રાજકોટ: રંગીલા રાજકોટવાસીઓ માટે વધુ એક મોરપીંછ ઉમેરવા જઈ રહ્યું છે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર સૌથી પહોળો રોડ બનશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનશે. જેણા કારણે ટ્રાફિકના ભારણને ઓછું કરી શકાય. 5 કિલોમીટર લંબાઈ અને 45 મીટર પહોળા રોડ માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી સૌથી પહોળો રોડ બનશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના ગૌરવપથ કાલાવડ રોડ પર સૌથી પહોળો રોડ બનવા જઈ રહ્યો છે, જેણા કારણે સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ બની રહેશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે કાલાવડ રોડ પર સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી 5 કિલોમીટર લંબાઈને 45 મીટર પહોળા રોડ માટે 120 જેટલી મિલ્કતો કપાશે. તેણા માટે તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
આ તે વળી કેવું ગુજરાત: જીવના જોખમે લોકો કરી રહ્યા છે મોતની સવારી, વાયરલ VIDEO એ મચાવ્યો ખળભળાટ
કાલાવડ રોડ પર આવેલ કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. તમને જણાવી દઈએ કે આ રોડની હાલની પહોળાઇ 30 મીટર જેટલી છે જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે. જેણા કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો રોડ રાજકોટમાં બની રહ્યો છે. જેમાં રોડની પહોળાઇ વધારવામાં લગભગ 120થી વધુ મિલકતો કપાત થશે. અહીં રસ્તામાં રેસ્ટોરન્ટ પણ છે અને પાર્ટીપ્લોટ પણ આવેલા છે. અગાઉ આ કામ રૂડા હસ્તક હતું. પરંતુ હવે આ સંપૂર્ણ કામ રાજકોટ મનપા દ્વારા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube