Viral Video of Gujarat: આ તે વળી કેવું ગુજરાત: જીવના જોખમે લોકો કરી રહ્યા છે મોતની સવારી, વાયરલ VIDEO એ મચાવ્યો ખળભળાટ

Viral Video of Gujarat: બરવાળા-અમદાવાદ હાઈવે પરને એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટૂ વ્હીલર તુફાન ગાડીની ઉપર રાખીને લોકો બેસી રહેલા નજરે પડી રહ્યા છે. પૂરઝડપે જઈ રહેલી તુફાન ગાડીમાં ઉપર બેસીને લોકો મુસાફરી કરી રહ્યા છે. ગાડી ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની પણ સંભાવના છે.

Viral Video of Gujarat: આ તે વળી કેવું ગુજરાત: જીવના જોખમે લોકો કરી રહ્યા છે મોતની સવારી, વાયરલ VIDEO એ મચાવ્યો ખળભળાટ

રઘુવીર મકવાણા/બોટાદ: વાહનોની ઉપર નીચે બેસીને વતન જતાં લોકો પોતાની જિંદગી સાથે ખિલવાડ કરી રહેલા નજરે પડે છે. વાહનચાલકો પણ આ તકનો લાભ લેવા માટે મુસાફરોને ઘેટા બકરાની જેમ પોતાના વાહનમાં ભરી જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. બોટાદમાં તુફાન ગાડીમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?
બરવાળા-અમદાવાદ હાઈવે પરને એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટૂ વ્હીલર તુફાન ગાડીની ઉપર રાખીને લોકો બેસી રહેલા નજરે પડી રહ્યા છે. પૂરઝડપે જઈ રહેલી તુફાન ગાડીમાં ઉપર બેસીને લોકો મુસાફરી કરી રહ્યા છે. ગાડી ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની પણ સંભાવના છે. હાઈવે તુફાન ગાડીમાં આ પ્રકારની મુસાફરી છતા ટ્રાફિક પોલીસ અથવા RTOએ કામગીરી ન કરતા અનેક સવાલ થયા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 31, 2022

શું છે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે. બોટાદમાં તુફાન ગાડીમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે. બરવાળા-અમદાવાદ હાઈવે પરના આ વીડિયોમાં ગાડી પર ટૂ વ્હીલર રાખીને લોકો બેસી રહેલા નજરે પડી રહ્યા છે. લોકો જીવના જોખમે ગાડીની ઉપર ખીસોખીસ બેઠેલા જોવા મળી રહ્યા છે. ગાડી ઉપર જીવના જોખમે બેઠેલા લોકો અને બે ફામ ચાલી રહેલી તુફાન ગાડી હાઈવે પર જનારા લોકોના શ્વાસ પર અધ્ધર કરી દે તેવા દ્રશ્ય છે. આ વીડિયોને કારણે વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગ પર અનેક સવાલો ઉભા થયા છે. 

આ વીડિયો જોઈને લોકોના દીલના ધબકારા વધી ગયા છે. ડ્રાઈવરની એક ભૂલ કેટલા લોકોની જિંદગી ઉઝાડી શકે છે તેનો ખ્યાલ પણ કોઈને નથી. ત્યારે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં ગાડીમાં આ પ્રકારે બેસીને લોકો કેમ મુસાફરી કરે છે? અન્ય ગાડીનો ઉપયોગ કરીને લોકો કેમ મુસાફરી કરતા નથી? બીજી બાજુ ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકો સામે કેમ કાર્યવાહી કરતી નથી? એટલું જ નહીં, સ્થાનિક RTO પણ વાહન ચાલકોને કેમ છાવરે છે? રસ્તા પર અકસ્માત થાય તો જવાબદાર કોણ? જેવા અનેક વેધક સવાલો ઉભા થયા છે.

વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગ પર અનેક સવાલો
આપણે અનેક વખત જોયું હશે કે વાહનોમાં મુસાફરો ઉપર નીચે બેસીને જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. વાહનચાલકો પણ લાભ લેવા માટે મુસાફરોને ઘેટા બકરાની જેમ પોતાના વાહનમાં ભરી જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. લક્ઝરી બસો અને જીપોની છત મુસાફરોથી ખીચોખીચ ભરેલી જોવા મળી રહે છે. આવા અનેક વીડિયો સામે આવતા હોય છે પરંતુ તેમાં RTO કે અધિકારીઓને કઈ પડી હોતી નથી. પોલીસને આવા વાહનો રોકવામાં કોઈ રસ જણાતો નથી કારણ કે દરેક મહિનાની શરૂઆતમાં જ પોલીસ આ વાહનચાલકો પાસેથી મસ્ત મોટા હપ્તા લઈને અને તેમને મનફાવે તેટલા મુસાફરો પોતાના વાહનોમાં ભરવાની પરવાનગી આપી દે છે. પછી ભલે ને જનતાનું  જે થવું હોય તે થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news