સત્યમ હંસોરા/રાજકોટ : તાજેતરમાં રાજકોટમાં એક મહિલા કારચાલકે કોલેજ જતી ત્રણ વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે મૃત વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટે રાજકોટવાસીઓ રસ્તે ઉતર્યા હતા. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા, અને વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટેના પોસ્ટર્સ લઈને નીકળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીની ચાર્મીને ન્યાય અપાવવા માટે રાજકોટવાસીઓ આજે રેલી યોજીને કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. છેલ્લા ચાર દિવસથી સોશિયલ મીડિયામાં રેલીને લઈને અભિયાસ ચલાવવામાં આવ્યું હતું. તેમજ રેલી પહેલા પંચાયત ચોકમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ઇન્દિરા સર્કલ રોડ પણ બ્લોક કરવામાં આવ્યો હતો. આ આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમણે ચાર્મીને ન્યાય અપાવતા પોસ્ટર્સનું પ્રદર્શન પણ કર્યું હતું. 


પોસ્ટર્સમાં બેટી બચાવોના અભિયાન સાથે બેટી સુરક્ષાના પણ મેસેજ લખવામાં આવ્યા હતા. રેલીમાં વિદ્યાર્થીઓનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો.