Swaminarayan : વિવાદોની વચ્ચે વધુ એક સ્વામીનારાયણ સંતનો વિવાદ સામે આવ્યો છે. સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યોરાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડના બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ ઉભો કર્યો છે. ગજાનંદધામ મંડળને ગણેશ ઉત્સવ ન યોજવા દબાણ કર્યું છે. ગ્રાઉન્ડનું ભાડું આપ્યા બાદ આયોજન ન કરવા દેવા દબાણ કર્યું છે. વિવેક સાગર સ્વામીના માણસોએ ગણેશ ઉત્સવ માટે તૈયાર કરેલ સ્ટેજ પણ તોડી પાડ્યો છે. જેથી સ્ટેજ તોડી પાડતા પોલીસમાં અરજી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે ગજાનંદ ધામ મંડળ કલેક્ટરને રજૂઆત કરશે. બાલાજી મંદિરમાં ગેરકાયદે બાંધકામથી વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુર મંદિર વિવાદ બાદ વધુ એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દેવા દબાણ કરતા નવો વિવાદ સર્જાયો છે. ગઈકાલે ગણેશ ઉત્સવ માટે તૈયાર કરેલું સ્ટેજ વિવેક સાગર સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું હતુ. જેથી આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. તેમજ ગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી. 



બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. 


ભુપેન્દ્ર રોડ કિરણસિંહ હાઈસ્કૂલમાં આવેલ બાલાજી હનુમાન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેક સાગરે વિવાદ ઉભો કર્યો છે. કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ છેલ્લા 12 વર્ષ થી ગણેશ ઉત્સવ કરે છે. આ વર્ષે વિવેક સાગરે ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાંખી જગ્યા પર રોકી દેતા વિવાદ થયો છે. ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાયો છે. બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે. જેથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.  JCBથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી.