રાજકોટ: અપહરણ પહેલા જ ખંડણી માંગનારા આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો
શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં અપહરણ કર્યા વગર જ ખંડણીખોર એ 72 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પારસ ઉર્ફે પરિયો મહેન્દ્રભાઈ મોણપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
જયેશ ભોજાણી/રાજકોટ: શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં અપહરણ કર્યા વગર જ ખંડણીખોર એ 72 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પારસ ઉર્ફે પરિયો મહેન્દ્રભાઈ મોણપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
25 વર્ષથી પલાઠી મારીને બેઠેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે ઇજારાશાહી નહી
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાંધકામનો વ્યવસાય કરતા કિશોરભાઈ પરસાણા નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. કિશોરભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના વિધવા ભાભી ના whatsapp પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો છે. જે મેસેજ માં વ્યક્તિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણે દીકરીઓને જીવવા નહીં દઉં. તારી ડેનિશા નામની છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તે બધી જ મને ખબર છે. 72 કરોડ રૂપિયા આપી દે નહીં તો તેનું અપહરણ કરી જાનથી મારી નાખીશ. ત્યારે whatsapp મેસેજ ના કારણે ડરી ગયેલા પરસાણા પરિવારે થોડાંક સમય પૂર્વે જ અમદાવાદ ગયેલી પોતાની વહાલસોયી દીકરી ડેનીશાને રાજકોટ પરત બોલાવી લીધી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે ખંડણીખોર ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ખંડણીખોરનો જે નંબર ઉપરથી વોટ્સેપ મેસેજ આવ્યો હતો. તે મોબાઈલ નંબર બાબતે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તમામ માહિતી એકત્ર કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, જે મોબાઇલ નંબર ઉપરથી whatsapp મેસેજ આવ્યો છે તે મોબાઇલ નંબર રાજસ્થાનનો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાથોસાથ રાજસ્થાનના મોબાઈલ નંબરની કોલ details પણ કઢાવી હતી. પ્રથમ દ્રષ્ટિએ તેમાંથી કોઈપણ બાબત શંકાસ્પદ લાગી નહોતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે whatsapp ને લગતી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું હતું કે, ડેનીસાની માતાને જે whatsapp મેસેજ કરવામાં આવ્યો છે તે whatsapp મેસેજ રાજસ્થાન નહીં પરંતુ ગુજરાતમાંથી જ કરવામાં આવ્યો છે.
ચૂંટણી ક્યારે છે? મધુ શ્રીવાસ્તવને ખબર જ નથી! મતદાતાએ જાહેર સભામાં MLA ની ઝાટકણી કાઢી
બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખંડણીખોર કોઈ જાણભેદુ હોય તે બાબતની પણ શંકા સેવાઇ રહી હતી. જે બાબતે દીકરી તેમજ તેના પરિવારને પૂછતા દીકરીનો પારસ નામનો જૂનો મિત્ર ભૂતકાળમાં હેરાન-પરેશાન કરતો હોય તે પ્રકારની બાબત પણ પોલીસને જાણવા મળી હતી. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પારસ ને ઝડપી લેતા તેની આકરી પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસની આકરી પૂછપરછમાં પારસ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેમજ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તે બાબતે જણાવ્યું હતું કે, તે પોતે રાજસ્થાન ગયો હતો જ્યાંથી તેણે વધુ પૈસા આપીને એક અજાણી વ્યક્તિનું સીમ કાર્ડ લીધું હતું. જે સીમકાર્ડ ના માધ્યમથી પ્રથમ તેને ઓટીપી જનરેટ કરાવ્યું હતું. જે ઓટીપી દ્વારા તેણે પોતાના આઇ ફોનની અંદર whatsapp ઇન્સ્ટોલ કર્યું હતું. જે વોટ્સએપના માધ્યમથી તેણે ડેનિશાની માતાને whatsapp મેસેજ ખંડણી માટે નો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube