IND vs ENG: Virat Kohli ની ગુજરાતી સાંભળીને હાર્દિક-અક્ષર રોકી ન શક્યા હસું, Video જોઇ તમે પણ હસી પડશો

જોકે મેચ પુરી થયા બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અક્ષર પટેલ (Axar Patel) નો ઇન્ટરવ્યું લઇ રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) તેમની પાસે આવીને ગુજરાતીમાં અક્ષરની પ્રશંસા કરવા લાગ્યા.

IND vs ENG: Virat Kohli ની ગુજરાતી સાંભળીને હાર્દિક-અક્ષર રોકી ન શક્યા હસું, Video જોઇ તમે પણ હસી પડશો

અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narender Modi Stadium) માં ભારત અને ઇગ્લેંડ વક્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે અંગ્રેજોને 10 વિકેટથી ધૂળ ચટાડી. આમેચમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ (Axar Patel) ની બોલબાલા રહી. અક્ષરે આ મેચની બંને ઇનિંગમાં કુલ 11 વિકેટ પોતાના નામે કરી, ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ગુજરાતીમાં અક્ષર પટેલની પ્રશંસા કરી. વિરાટની ગુજરાતી સાંભળીને હાર્દિક પંડ્યા (Hardik Pandya) જોરજોર હસવા લાગ્યા. 

વાયરલ થઇ રહ્યો છે વિરાટના ગુજરાતીનો વીડિયો
જોકે મેચ પુરી થયા બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અક્ષર પટેલ (Axar Patel) નો ઇન્ટરવ્યું લઇ રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) તેમની પાસે આવીને ગુજરાતીમાં અક્ષરની પ્રશંસા કરવા લાગ્યા. વિરાટે ગુજરાતીમાં કહ્યું 'એ બાપૂ થારી બોલીંગ કમાલ છે. વિરાટની ગુજરાતી સાંભળીને હાર્દિક અને અક્ષર જોર-જોર હસવા લાગ્યા. વિરાટ કોહલીનો ગુજરાતી બોલતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

P.S.: #TeamIndia skipper @imVkohli makes a special appearance 😎@Paytm #INDvENG #PinkBallTest

Watch the full interview 🎥 👇 https://t.co/kytMdM4JzN pic.twitter.com/QLJWMkCNM5

— BCCI (@BCCI) February 26, 2021

અક્ષર-અશ્વિન સામે ઇગ્લેંડ ઘૂંટણીયે
ત્રીજી ટેસ્ટમાં ઇગ્લેંડના બોલરોએ અક્ષર પટેલ (Axar Patel) અને રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ની સ્પિન જોડી આગળ ઘૂંટણીયે પડી ગયા હતા. આ બંને બોલરોએ આ મેચમાં ઇગ્લેંડની 20 વિકેટોમાંથી 18 પોતાના નામે કરી. અક્ષર  (Axar Patel) એ આ મેચમાં કુલ 11 વિકેટ લીધી. જ્યારે અશ્વિન (R Ashwin) આ મેચમાં 9 ઇગ્લિંશ બલ્લેબાજોને પેવેલિયન મોકલી દીધા. 

ભારતે બે દિવસમાં જીતી મેચ
ભારત ઇગ્લેંડની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narender Modi Stadium) માં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હાર આપી છે. ભારતે આ મેચ ફક્ત બે દિવસમાં જ પોતાના નામે કરી દીધી. આ મેચમાં ઇગ્લેંડએ ટોસ જીતીની પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો અને તેમની પહેલી ઇનિંગ 112 રનોમાં સમેટાઇ ગઇ. જવાબમાં ભારતની પહેલી ઇનિંગમાં ફક્ત 145 રન જ બનાવી શકી. બીજી ઇનિંગમાં ઇગ્લેંડને હાલત વધુ ખરાબ જોવા મળી અને તેમની આખી ટીમ ફક્ત 81 રનમાં ઓલ આઉટ થઇ ગઇ. ભારતે આ મેચને જીતવા માટે 49 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને વિકેટ ગુમાવ્યા પર પ્રાપ્ત કરી લીધો. ભારત હવે આ સીરીઝમાં 2-1 થી આગળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news