રાજકોટ : રાજકોટનાં કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાનાં ઘરે વાત કરી હતી. જો કે પિતાએ ના પાડતા ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. જો કે પિતાએ કોરોનાની સ્થિતી ગંભીર હોવાના કારણે પુત્રને જવા માટેની ના પાડી હતી. જો કે પુત્રએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. મૃતક જયવીર ધર્મેભાઇનો એકનો એક પુત્ર હોવાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રિપલ મર્ડર: બાથરૂમ બાબતે માથાકુટ થતા હત્યારાએ પરિવારની 3 પેઢીની હત્યા કરી

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કુવાડવામાં રહેતા જયવીર ધર્મેશભાઇ સોલંકી નામનો યુવાન ગઇ કાલે ગામના મઘરવાડા રોડ પર આવેલી વાડીએ ઝેરી દવા પી લીધી હતી. તેણે સારવાર માટે ગોકુલ હોસ્પિટલ ખાતે ખેડ્યા હતા. જો કે અહીં સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા. જેથી ગોકુલ હોસ્પિટલ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી. 


મોરબી: મહિલા PSI ને પાનના ગલ્લા માલિકે કહ્યું તારી ટોપી ઉતરાવડાવી દઇશ અને...

પોલીસે હોસ્પિટલ પહોંચીને જરૂરી કાર્યવાહી કરી છે. મૃતક યુવાન એક બહેનથી નાનો અને માતા પિતાનો એકનો એક પુત્ર હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જયવીર રજામાં મિત્રો સાથે ફરવા જવા માટે જણાવ્યું હતું. જો કે કોરોનાને કારણે પિતાએ ના પાડતા તેને લાગી આવ્યું હતું. જેથી આખરે તેણે આ પગલું ભર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર