રક્ષિત પંડ્યા, રાજકોટ: શહેર પોલીસને લાંછનરૂપ સોપારી કાંડ ઘટનામાં પોલીસ કમિશનરે હવે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા SOGના ફિરોઝ રાઠોડ સહિત 3 પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાંથી તમામની સ્થાનિક પોલીસમાં બદલી કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે 29 એપ્રિલના રોજ SOG ના 3 પોલીસ કર્મીઓ જંકશન વિસ્તારમાં જઇ વેપારીને ધમકાવી સોપારી ,તમાકુ સહિત પ્રતિબંધિત વસ્તુ ખરીદી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ 


29 એપ્રિલે વેપારીને ધમકાવીને સોપારી, તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓની ખરીદીની આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં હતાં. મીડિયાના અહેવાલ બાદ પોલીસ કમિશનર દ્વારા એસીપીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ બાદ એસીપીએ રિપોર્ટ સોંપતા આખરે પોલીસ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરાઈ અને તમામની બદલી કરી નાખવામાં આવી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube