રાજકોટ : રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ટ્રાફિક વ્યવસ્થા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રાફિક નિયમન કરાવતા ટ્રાફિક બ્રિગેજનાં જવાનો ચાલુ ફરજ દરમિયાન મોબાઇલનો ઉપયોગ નહી કરી શકે. આ ઉપરાંત તેઓ મોબાઇલ સાથે પણ નહી રાખી શકે. તેમણે પોતાનોમોબાઇલ સ્થળ પર હાજર પોતાના ઉચ્ચ અધિકારીઓ પાસે મોબાઇલ જમા કરાવવાનો રહેશે. આ અંગે જણાવતા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના ધ્યાને આવ્યું હતું કે, ટ્રાફીક જવાનો ડ્યટી દરમિયાન પોતાનાં મોબાઇલ વાપરતા રહે છે. જેના કારણે કેટલીક વખત તેઓ ટ્રાફીકનું સંચાલન યોગ્ય રીતે કરી શકતા નથી. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


અંબાજી: માં અંબાને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા
રાજકોટમાં પોલીસનો સપાટો 3 દિવસમાં જ 1.20 કરોડનાં ઇ મેમો ફટકાર્યા
નિર્ણયને તત્કાલ અસરથી લાગુ કરવાની તાકીદ પણ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કમિશ્નરે પોતાનાં આદેશમાં જણાવ્યું કે, ફરજ દરમિયાન મોબાઇલ સાથે કોઇ પણ જવાન ઝડપાશે તો તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે તમામ ઝોનનાં ડીસીપીને તાત્કાલીક અસરથી આદેશનો અમલ કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. પીએસઆઇ લેવલનાં અધિકારીઓને પણ મોબાઇલનો સંયમીત ઉપયોગ કરવા માટેની ટકોર કરવામાં આવી છે.