અંબાજી: માં અંબાને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા

ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં માતાજીને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા છે

અંબાજી: માં અંબાને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા

અંબાજી : ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં માતાજીને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા છે. આજે કારતક માસની ચૌદશ એટલે અંબિકા માતાજીના મંદિરમાં યંત્રના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબેમાને સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ ભક્તો દ્વારા ભંડારામાં આવેલ સોનાને એકઠું કરી સોનાના ઝાંઝર બનાવવામાં આવ્યા હતા. જે માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા. મંદિરના ટ્રસ્ટ દ્વારા આજે માતાજીને સોનાના ઝાંઝર અર્પણ કરાયા હતા. આવતી કાલે દેવદિવાળી તે પૂર્વે માતાજીને 21 તોલા સોનાના ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news