Heart Attack Case રાજકોટ : ગુજરાતના આ શહેર પર સતત વધી રહ્યાં છે હાર્ટ અટેકના કેસ. અમે વાત કરી રહ્યાં છીએ રંગીલા રાજકોટની. રાજકોટ શહેરમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત છે. આ શહેરમાં એક બાદ એક હાર્ટ અટેકથી ટપોટપ મરી રહ્યાં છે લોકો. આજે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત થયાના કિસ્સા બન્યા છે. રાજકોટમા આજે એક 25 વર્ષીય અને 47 વર્ષીય શખ્સનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આકરી ગરમી વચ્ચે એક તરફ હિટ સ્ટ્રોકની ઘટનાઓ વધી રહી છે. ત્યાં બીજી તરફ હાર્ટ અટેકના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એમાંય ગુજરાતનું એક એવું શહેર જ્યાં સતત વધી રહી છે હાર્ટ અટેકની ઘટનાઓ. હોસ્પિટલોમાં હાર્ટ અટેકના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એમાં અહીં ઉપરાઉપરી હાર્ટ અટેકથી લોકોના મોત થઈ રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટમાં આજે હાર્ટએટેકથી બે મોત થયા છે. 


પ્રેમિકાનું ઢીમ ઢાળી દેનાર સુરજ ભુવાજી વૈભવી જિંદગી જીવતો, PHOTOs જોઈને ઈર્ષ્યા આવશે


પ્રથમ મોત
રાજકોટ તાલુકાના વિરડા વાજડીના 47 વર્ષના કોન્ટ્રાક્ટરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ચારધામની યાત્રા પૂરી થતાની સાથે જ કોન્ટ્રાક્ટર અનંત યાત્રાએ નીકળી ગયા હતા. કોન્ટ્રાક્ટર રમેશભાઈ હુંબલ યાત્રા પૂરી કરી નાથદ્વારા દર્શન કરવા ગયા અને છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ થયું હતું. વીરડા વાજડી ગામના કોન્ટ્રાક્ટર રમેશભાઈ મેણંદભાઈ હુંબલ પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરવા નીકળ્યાં હતા. ત્યારે તેમના મોતથી વિરડા વાજળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શોકનું મોજુ ફેલાયું છે.


એક ગુજરાતી વિદ્યાર્થીએ જે વર્ણવ્યું તે જાણી તમારો કેનેડા જવાનો ખ્વાબ ચકનાચૂર થઈ જશે


બીજુ મોત
રાજકોટમા સીએના અભ્યાસ કરતા 25 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. રૈયા રોડ પર આર્ય એવન્યુમાં પોતાના ઘરે વાંચતા વાંચતા યુવાન રાત્રીના ઢળી પડ્યો હતો. પરિવારજનો સવારે ઉઠાડવા જતા યુવાનનું મૃત્યુ થયું હતું. રાજકોટ શહેરમાં છ મહિનામાં આઠથી વધુ યુવાનોના મૃત્યુ થયા છે. યુવક ધૈવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો.


સાત વખત લપસિયા ખાવાથી દરેક રોગ મટાડે છે માતાજી, ગુજરાતમાં આવેલું છે આ મંદિર


જાણો કેમ આવે છે હાર્ટ અટેક?
Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો ના કરો ઇગ્નોર. તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.


યુવા સરપંચે જમનાવડની કાયાપલટ કરી દીધી, દેશના નક્શા પર ચમકાવીને બનાવ્યું આદર્શ ગામ