એક ગુજરાતી વિદ્યાર્થીએ જે દર્દનાક વર્ણવ્યું તે જાણીને તમારો કેનેડા જવાનો ખ્વાબ ચકનાચૂર થઈ જશે
Jobs In Canada : લાખો ખર્ચીને સ્ટુડન્ટ વીઝા પર કેનેડા જવાનું, પાર્ટટાઈમ નોકરી સાથે ભણવાનું, બે-ચાર વર્ષે પીઆર મળે એટલે સેટલ્ડ થઈ જવાનું. આ ખ્વાબ દરેક ગુજરાતીનું છે. પરંતુ એક અમદાવાદી યુવકે જે જણાવ્યું તે જોતા તમારા ખ્વાબ પણ ચકનાચૂર થઈ જશે
Trending Photos
Gujaratis In Canada : અમેરિકા-કેનેડા જવાનો ગાંડો ક્રેઝ ફાટી નીકળ્યો છે. ગમે તે પ્રકારે અમેરિકા અને કેનેડા જવુ જ છે. 21 ની ઉંમર વટાવી લો, એટલે દરેક યુવાને કેનેડા જવાની ચળ ઉપડે છે. પરંતુ કેનેડા જવાના ખ્વાબ માટે લાખો ખર્ચી નાંખનારા યુવા એ નથી જાણતા કે કેનેડા જવાનુ સપનુ કેટલુ બદતર છે. કારણ કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ઈન્ડિયન યુવા કેનેડામાં ઠલવાઈ રહ્યા છે. આ યુવક-યુવતીઓને પાર્ટટાઈમ નોકરી માટે પણ વલખા મારવા પડી રહ્યાં છે. જો તમે કે તમારા કોઈ પરિવારજન કેનેડા જવા માંગતા હોય તો જાણી લેજો કે હવે કેનેડામાં ગુજરાતીઓની સ્થિતિ કેવી દયનીય છે. એક ગુજરાતી વિદ્યાર્થીએ પોતાનો કેનેડાનો કડવો અનુભવ શેર કર્યો છે, જે બહુ જ દર્દનાક છે.
યુવકનું કેનેડાનું ખ્વાબ ચકનાચૂર થઈ ગયું
લાખો ખર્ચીને સ્ટુડન્ટ વીઝા પર કેનેડા જવાનું, પાર્ટટાઈમ નોકરી સાથે ભણવાનું, બે-ચાર વર્ષે પીઆર મળે એટલે સેટલ્ડ થઈ જવાનું. આ ખ્વાબ દરેક ગુજરાતીનું છે. પરંતુ એક અમદાવાદી યુવકે જે જણાવ્યું તે જોતા તમારા ખ્વાબ પણ ચકનાચૂર થઈ જશે. સ્ટુડન્ટ વિઝા પર ગયેલા આ યુવકે જણાવ્યું કે, અહી આવ્યા બાદ નોકરી માટે રીતસરના વલખા મારવા પડી રહ્યાં છે. હું ડિસેમ્બર 2022 માં કેનેડાના ટોરન્ટોમાં પહોચ્યો હતો, ત્યાં કારમી ઠંડી હતી. તેથી મને નોકરી મળી ન હતી. મેં બહુ જગ્યાએ ઈન્ટરવ્યૂ આપ્યા, પણ ક્યાંય નોકરી ન મળી. ઠંડીમાં અહી ઈકોનોમી એક્ટિવિટી ડાઉન થાય છે તેવુ સાંભળ્યુ હતું, તેથી પછી નોકરી મળી જશે તેવુ વિચાર્યું.
6 મહિનામાં હજી નોકરી નથી મળી
આગળ યુવક જણાવે છે કે, મેં નોકરી માટે એપ્લિકેશન ચાલુ રાખી હતી. હવે મને અહી આવ્યે છ મહિના થઈ ગયા છે, છતા મારી નોકરીના કોઈ ઠેકાણઆ નથી. મારા રહેવા-જમવાનો ખર્ચ પૂરો પાડવા માટે મારે ઈન્ડિયામાં રહેતા પરિવાર પાસેથી મદદ માંગવી પડી રહી છે. હવે તો ઉનાળો પણ ગયો છતા મને નોકરી ન મળી.
ભારતીયો જ ભારતીયોને લૂંટે છે
હકીકત તો એ છે કે, ત્યાં સેટલ્ડ થયેલા ભારતીયો જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને છેતરે છે. તેમને નોકરીની લાલચ આપીને તેમનુ શોષણ કરે છે. કેનેડાનો કાયદો અલગ છે, ત્યાં કાયદા પ્રમાણે કામના પહેલા જ દિવસથી પગાર આપવાનો હોય છે. પરંતુ ભારતીય વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ કાયદો માનતા નથી. તેઓ સ્ટુડન્ટ પાસેથી ટ્રેનિંગના નામે પોતાનું કામ કરાવી લે છે અને 15 દિવસમાં કાઢી મૂકે છે. કેનેડાના નિયમ પ્રમાણે બે વીકમાં એકવાર સેલેરી ચૂકવવાની હોય છે, પરંતુ અમુક ભારતીય માલિકો બે-બે મહિના સુધી પગાર માટે સ્ટૂડન્ટ્સને લટકાવે છે.
આ સ્ટોરી લગભગ દરેક એ ભારતીયની છે, જે અહીંથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જાય છે.
કેનેડામાં કેવી રીતે જીવે છે ગુજરાતી વિદ્યાર્થીઓ
સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ શેરિંગ અકોમોડેશનમાં રહે છે. દર વિદ્યાર્થીના ભાગે દર મહિને 500 ડોલર આવે છે. આ સિવાય ખર્ચા ઓછા કરવા આ તમામ સ્ટૂડન્ટ્સ જાતે જ રાંધીને ખાય છે, અને તેમનો કરિયાણા અને શાકભાજીનો એક મહિનાનો વ્યક્તિ દીઠ ખર્ચો લગભગ 150 ડોલર જેટલો આવે છે. આ સિવાય મહિને 50 ડોલર મોબાઈલ ફોનનો ખર્ચો થાય છે, જ્યારે બીજા પરચૂરણ ખર્ચા લગભગ 100 ડોલર જેટલા હોય છે. આ ઉપરાંત બાકીના ખર્ચા અલગ. આ બધા ખર્ચ કાઢવા માટે કેનેડામાં નોકરી કરવી બહુ જ જરૂરી છે.
લોકોને એમ લાગે છે કે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓ અને લોકો વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. પરંતુ હકીકત એવુ નથી. તેથી જો તમે લાખો ખર્ચીને અને ઉછીના લઈને કે લોન લઈને કેનેડા ગયા હોય તો ખાસ વાંચી લેજો, નહિ તો પસ્તાશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે