રાજકોટઃ ન્યારી ડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
પાણીથી આકર્ષાયને બંન્ને યુવાનો ન્હાવા પડ્યા હતા.
રાજકોટઃ ન્યારી ડેમમાં ડૂબી જવાને કારણે બે યુવાનોના મોત થયા છે. આ બંન્ને યુવાનો શહેરના જાણીતા ન્યારી ડેમ ગયા હતા. જ્યાં પાણીથી આકર્ષાયને બંન્ને યુવાનો ન્હાવા પડ્યા હતા. પરંતુ ડેમમાં પાણી વધારે હોવાને કારણે બંન્ને યુવકો ડૂબી ગયા હતા. જેના કારણે ઘટનાસ્થળે બંન્નેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને બંન્ને યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.