• વેક્સીન સ્ટોરેજ જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી, વેક્સીન આવ્યા બાદ અંદર કોઇ પ્રવેશ કરી નહિ શકે

  • વેકસીનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ અલગ અલગ જિલ્લાને વેક્સીન ફાળવી દેવામાં આવશે

  • રાજકોટથી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અમરેલી સહિતના જિલ્લામાં વેક્સીન પહોંચાડવાશે


રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે અમદાવાદમાં કોરોનાની વેક્સીન પહોચી ગઈ છે. જેના બાદ તે અન્ય જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. ત્યારે કોરોના વેકસીનનો જથ્થો આવતીકાલે રાજકોટ પહોંચશે. સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77000 ડોઝની ફાળવણી કરવામાં આવશે. રિજિયોનલ વેક્સીન સ્ટોર ખાતે વેક્સીન સ્ટોરેજ કરવામાં આવશે. રિજિયોનલ વેકસીન સ્ટેર ખાતે 2 W.I.C અને 6 ILR ફ્રિજની ફાળવણી કરવામાં આવી છે. રિજિયોનલ વેકસીન સ્ટોર ખાતે 20 લાખ વેકસીન સ્ટોરેજ કેપેસિટી ઉપલબ્ધ છે. ત્યારે વેક્સીન સ્ટોરેજ જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. એકવાર વેક્સીન આવ્યા બાદ અંદર કોઇ પ્રવેશ કરી શકશે નહિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેક્સીનવાળો વિસ્તાર પ્રતિબંધિત જાહેર
જેની સૌ કોઈ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે કોરોના વેક્સીન હવે આવતીકાલ સવાર સુધીમાં રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રમાં કોરોનાની વેક્સિન જ્યાં રાખવામાં આવશે તે રિજિયોનલ રૂમમાં આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવશે. જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોચ્યા બાદ વેક્સિનના જથ્થાને અલગ અલગ જિલ્લાને વહેંચી દેવામાં આવશે.. સવારે એરપોર્ટ થી વેકસીન સ્ટોર સુધી પોલીસ બંદોબસ્ત સાથે વેકસીનને પહોંચાડવામાં આવશે.


આ પણ વાંચો : નવી વહુના વધામણા જેવી ધામધૂમથી ગુજરાતમાં વેક્સીનનું સ્વાગત કરાયું


રાજકોટથી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં મોકલાશે રસી 
આવતીકાલે મુંબઇથી વેકસીન નો જથ્થો રાજકોટ આવશે. રાજકોટથી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે અને તમામ જિલ્લા મથકોએ રાખવામાં આવશે. જે તે જિલ્લા મથકથી નગરપાલિકા વિસ્તારમાં પહોંચાડવાની જવાબદારી સંબંધિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને કલેકટરોને સોંપવામાં આવી છે.


વેક્સીનેશન કેવી રીતે કરાશે
વેક્સીન લેવા સ્થળ પર આવતા લોકોનું પહેલા આઈડી કાર્ડ ચેક કરાશે. ત્યાર બાદ તેમના મોબાઈલમાં આવેલો મેસેજ ચેક કરવામાં આવે છે. જે બાદ તે વ્યક્તિને વેઈટિંગ રૂમમાં બેસાડવામા આવશે. ત્યાંથી તેને વેક્સિનેશનવાળા રૂમમાં લઈ જવામાં આવશે. જ્યા વેક્સિન આપ્યા સિવાયની તમામ કાર્યવાહી કરવામાં આવશે. વેક્સિનેશન આપ્યા બાદ તેને અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. એક વ્યક્તિને આ પ્રોસેસમાંથી પસાર થતાં 30થી 35 મિનિટનો સમય લાગશે.


આ પણ વાંચો : Vaccine welcome Live : ગુજરાતમાં આવી ગઈ કોરોના વેક્સીન, બોક્સ પર સંસ્કૃતમાં લખાયેલો છે ખાસ મેસેજ


રાજકોટ સ્થિત વેક્સીન સ્ટોરમાં પ્લસ 2 થી 8 સેન્ટીગ્રેટ તાપમાનમાં સ્ટોર કરવા માટે બે વોક ઈન કુલર (WIC) અને છ આઈસ લાઈન રેફ્રિજરેટર (ILR) કાર્યરત છે. જેમાં અંદાજિત બે લાખ વાયલ સ્ટોર કરવાની કુલ ક્ષમતા છે એટલે કે 20 લાખ વેકસીન સ્ટોરેજ કરી શકાય તેવી કેપેસિટી છે.