Vaccine welcome Live : ગુજરાતમાં આવી ગઈ કોરોના વેક્સીન, બોક્સ પર સંસ્કૃતમાં લખાયેલો છે ખાસ મેસેજ

ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો

  • વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલી કોરોના વેક્સીનના બોક્સ પર ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે

Trending Photos

Vaccine welcome Live : ગુજરાતમાં આવી ગઈ કોરોના વેક્સીન, બોક્સ પર સંસ્કૃતમાં લખાયેલો છે ખાસ મેસેજ
LIVE Blog

ઝી મીડિયા/બ્યૂરો :જિંદગીને સામાન્ય કરવાનો પડકાર... અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર... પડકાર એ વાતનો છે કે લોકો ફરી એકવાર જીવી શકે, ઉજવણી કરી શકે. પડકાર એ પણ કે ફરી એકવાર સ્કૂલ ખૂલી શકે. લોકો પોતાના કામતાજ વર્ષ પહેલા જે રીતે કરતા હતા તે જ પ્રમાણે કરી શકે. જે પરિસ્થિતિ કોરોના કાળ પહેલા હતી. ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ યોગ્ય રીતે શરૂ થઈ શકે. આ પરિસ્થિતિ માત્ર ત્યારે જ ન થઈ શકે જ્યારે વેક્સીન આવી જાય. શરૂઆત ત્યારે થશે જ્યારે વેક્સીનનો રોલ આઉટ યોગ્ય રીતે થશે. ત્યારે આ આતુરતાનો અંત આવ્યો છે. પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ (serum institute) માંથી નીકળેલી વેક્સીન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

12 January 2021
11:22 AM

નાયબ મુખ્યમંત્રીએ વેક્સીનની ગાડીને લીલીઝંડી બતાવી 

વેક્સીનને આવકારતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ભારત સરકારે મોટા જથ્થામાં પ્રથમ તબક્કામાં કોરોના રસી મોકલી દીધી છે. 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે. આજે ગુજરાત સરકારને ભારત સરકાર દ્વારા પૂણેથી 2 લાખ 76 હજાર વેક્સીનનો જથ્થો મોકલી આપ્યો છે. આ જથ્થો સ્વીકારવા અને પ્રજાની લાગણી અને જરૂરિયાતને પૂરી કરવા સતત પ્રયાસો ચાલુ રહ્યાં છે. દેશ રાહ જોઇ રહ્યો હતો એ રસી આવી ગઈ. ગુજરાતમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને આપવાની રસીનો જથ્થો પુરો પાડવાની આજથી શરૂઆત કરાઈ છે. રસીને લેવા માટે અમે આજે પહોંચ્યા છીએ. ભારતના વડાપ્રધાન લોકોની જે ચિંતા કરી રહ્યા છે તે દેખાય છે. લોકોનો ઉત્સાહ જ બતાવે છે કે વેક્સીનથી કેવી રાહત થવાની છે. દેશના ૩૦ કરોડ નાગરિકોને જે વેક્સીનેશન કરવાની છે, તેના જથ્થાનો સપ્લાય થઇ રહ્યો છે. 
 

11:20 AM

એરપોર્ટથી વેક્સીનનો જથ્થો નીકળ્યો

નીતિન પટેલે વેક્સીનની ગાડીને લીલીઝંડી આપી હતી, જેા બાદ તેે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે. ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ 7 લાખ 76 હજાર જથ્થો આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો નીકળ્યો છે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.

11:19 AM

વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં લખાણ

પુષ્પક વિમાનની જેમ આ વિમામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આખરે તેનું લેન્ડિંગ થયું છે. વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલી કોરોના વેક્સીનના બોક્સ પર ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તમામ રસીનો જથ્થો લાવવામાં આવ્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપીને કોરોના વેક્સીનને રવાના કરી છે. 
 

11:15 AM

કંકુ ચોખાથી પૂજા કરીને વેક્સીનનું વેલકમ કરાયું 

ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેક્સીન (corona vaccine) ને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેક્સીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

Trending news