રાજકોટઃ ભાજપ માટે આ બેઠક રાજ્યમાં સૌથી વધારે સુરક્ષિત સીટોમાંથી એક સીટ માનવામાં આવે છે. 1985થી સતત ભાજપે આ બેઠક પર જીત મેળવી છે..રાજકોટ પશ્ચિમની બેઠક એ બેઠક છે, જ્યાંથી 2002ના વર્ષમાં ભારતના વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમની સર્વપ્રથમ ચૂંટણી જીતીને જાહેર જીવનમાં વિધિવત્ પ્રવેશ કર્યો હતો...2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે વજુભાઈવાળાએ આ બેઠક તેમના માટે ખાલી કરી હતી...


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શીતાબેન શાહને 54000 લીડ,

  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 51000 રેકર્ડ તોડ્યો...

  • રાજકોટ - રાજકોટ પશ્ચિમ વિધાનસભા પર ભગવો લહેરાયો...

  • ભાજપના ઉમેદવાર ડો. દર્શીતા શાહનો વિજય સરઘસ કાઢવામાં આવ્યું...

  • પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા રહ્યા ઉપસ્થિત...

  • AG ચોક થી પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું...


2022ની ચૂંટણી
ભાજપે આ બેઠક પર મહિલા ઉમેદવાર ડો. દર્શિતા શાહને ટિકિટ આપી છે તો કોંગ્રેસે મનસુખ કાલરિયાને મેદાને ઉતાર્યા છે તો આપે દિનેશ જોશીને મેદાને ઉતાર્યા છે..


2017ની ચૂંટણી
2017માં આ  બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રનીલ રાજ્યગુરુએ પૂર્વ મુખ્યમંત્રીને હરાવવા માટે બીડું ઝડપ્યું હતું...પણ તેમને હાર મળી હતી..2017માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ બેઠક પરથી 131586 મત મળ્યા હતા...


2012ની ચૂંટણી
2012માં ભાજપના વજુભાઈ વાળાની જીત થઈ હતી..ત્યારે કોગ્રેસમાંથી અતુલ રશીકભાઈ રાજાણીની હાર થઈ હતી....જીપીપીના જયદીપ જંયતિભાઈ માકડિયાની હાર થઈ હતી..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube