Rajkot Atal Sarovar Inaguration : લોકસભા ચૂંટણી 2024 પહેલા વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન રાજકોટ તેમજ દ્વારકાવાસીઓને મોટી ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 22 તેમજ 24 અને 25 દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ત્યાર બાદ તેઓ તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે તેઓ રાજકોટના અટલ સરોવરનું પણ લોકાર્પણ કરવાના હતા, પરંતું લેટેસ્ટ અપડેટ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ સરોવરનું લોકાર્પણ નહિ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીનો અટલ સરોવરના કાર્યક્રમ કેન્સલ કરાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું કે, સ્માર્ટ સીટી પ્રોજેકટના અટલ સરોવરનું કામ પૂર્ણ કરવાનો સમય 30 જૂન સુધીનો હતો. હાલ કામ અધૂરું હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અટલ સરોવરનું લોકાર્પણ નહિ કરે. 21 મી ફેબ્રુઆરીના મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં મળશે. જેમાં 25 તારીખે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવનાર ખાતમુહૂર્તને બહાલી આપવામાં આવશે. તેમજ વિકાસ કામોની દરખાસ્તોને મંજુર કરવામાં આવશે.


પ્રેમીએ ઊંઘતી પ્રેમિકાને જીવતી સળગાવી : 8 વર્ષથી લિવ ઈન રિલેશનમાં હતા


ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત RMC બહાર રામવનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની છે. સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયો જાહેર થાય અને લોકો જાણી શકે તે માટે હવેથી ઓપન બેઠક કરવામાં આવશે.  


રાજકોટમાં નવા વર્ષની શરૂઆત નવા પ્રોજેક્ટ સાથે થવાની છે. રાજકોટવાસીઓની આતુરતાનો હવે અંત આવશે.. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા થનગની રહ્યું છે, ત્યારે રાજકોટનું અટલ સરોવરની કામગીરી ઝડપી સ્તરે ચાલી રહી છે. 136 કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું.


બલાનું સુંદર કહેવાતું અમદાવાદના આ ફેમસ પિકનિક સ્પોટની ગ્રહદશા બગડી, ફરતા ઉંદરોની તસવીરો જોઈ અરેરાટી થશે


અટલ સરોવર રાજકોટનું નવુ નજરાણું છે. જો સુવિધાની વાત કરીએ તો તે અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું છે. તે કોઈ વિદેશના લેક જેવું લાગે છે. અટલ સરોવર એ રાજકોટમાં ફરવા માટેનું નવુ સ્થળ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા હશે. આ સાથે જ ભવિષ્યમાં અહીં બોટિંગ પણ કરવામાં આવશે.


અંદાજે 41 કરોડના ખર્ચે આ સ્થળે અટલ લેક પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે, જે અમદાવાદ રિવરફ્રન્ટની જેમ હશે. આ સાથે જ અહીં અટલ લેક, પાર્કિંગ, ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધા લોકોને મળશે.


ગુજરાતીઓને તો લોટરી લાગી, યુકે સરકારે ત્યાં સેટલ્ડ થવાની સોનેરી તક આપી