ફેસબુક પર શિક્ષિકાને કોલગર્લ તરીકે બદનામ કરનાર રાજકોટનો યુવાન ઝડપાયો
સોશિયલ મીડિયામાં યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ વિકૃત માંગણીઓ કરતો
અમદાવાદ : સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવીને એક શિક્ષીકા અને વિદ્યાર્થીનીની તસ્વીરો અપલોડ કરીને નીચે મોબાઇલ નંબર લખીને તેમને કોલગર્લ દર્શાવી બદનામ કરનાર એક યુવાનની સાઇબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી છે. ભાવિક રાઠોક નામનું નકલી આઇડી બનાવી શિક્ષિકા અને વિદ્યાર્થીનીનો ફોટો મુકીને નીચે ગંદી કોમેન્ટ્સ કરી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે, જુના વાડજમાં રહેતા અને એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઇ અજાણી વ્યક્તિએ ફેસબુક પ્રોફાઇલ ભાવિક રાઠોક નામની પ્રોફાઇલ પીકમાં તેમના તથા તેમની સ્કુલની સગીર વયની વિદ્યાર્થીની સાથે ફોટો અપલોડ કરી પ્રોફાઇલ નીચે મોબાઇલ નંબર લખીને કોલગર્લ લખી તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહા અસર : મગફળી ટેકાના ભાવે ખરીદવાનું સરકારે મોકુફ રાખ્યું
ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેક્નિકલ એનાલિસીસ કરતા ભાવિક રાઠોડ નામના ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ મુળભુત રીતે ઋષીકેશ નલિનભાઇ દવે (રાજકોટ) હોવાનું ખુલ્યું. પોલીસે તત્કાલ ઋષીકેશની ધરપકડ કરી હતી. આરોપી ઋષીકેશ દવે ફેસબુક પર કોમલ પટેલ નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ ખોલી યુવતીઓ સાથે વાતો કરો હતો. જો કોઇ યુવતી વાતચીત કરવાની ના પાડે તો યુવતીના ફોટા ફેસબુક પર મુકીને તેને બદનામ કરતો હતો.
ગુજરાત : કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી આમદની અઠ્ઠની અને ખરચા રૂપૈયા જેવી થઇ !
પાક વીમો તો ઠીક અહીં તો વિમો મેળવવા માટે મોબાઇલ કવરેજના પણ ઠેકાણા નથી !
આ કેસની સગારી સાથે પણ તેણે યુવતી બનીને ચેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સગીરાએ બ્લોક કરી દેતા ઉશ્કેરાયેલા આરોપીએ સગીરા તથા તેની શિક્ષાકાના ફેક આઇડી પર ગંદી પોસ્ટ કરી હતી. તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે શિક્ષિકા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.હાલ પોલીસે યુવાનની ધરપકડ કરી યુવકની પુછપરછ આદરી છે.