ગુજરાત : કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી આમદની અઠ્ઠની અને ખરચા રૂપૈયા જેવી થઇ !
ખેડૂતોને પક નિષ્ફળ જતા હવે ઉધાર લીધેલા પૈસા કઇ રીતે ચુકવવા એક મોટી સમસ્યા થઇ છે
Trending Photos
દિનેશ ચંદ્રાવાડીયા/ઉપલેટા : ઉપલેટાના ખાખીજાળીયા ગામે વરસાદની અતિવૃષ્ટિ તેમજ માવઠાના કારણે ખેડૂતોનો મગફળી પાક નિષ્ફળ જતા પાયમાલ થયા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે ચોમાસા દરમ્યાન થયેલ અતિવૃષ્ટિના કારણે ખેતરમાં વાવેતર કરેલ મગફળી, કપાસ અને એરંડાના પાક ને વ્યાપક નુકસાન થયું છે. મગફળીનો પાક બળી જતા ખેડૂતોની સ્થિતી કફોડી થઇ છે. જો કે જે પાક બચ્યો હતો તેને લણીને જ્યાં થોડી ઘણી કળ વળી ત્યાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે પણ ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.
મગફળી તો બગડી ગઈ છે. પશુધન માટે ઘાસચારો પણ કામ આવે તેમ નથી. ચારો પણ એટલી હદે બગડી જતા ખેડૂતોએ પશુધન નાછૂટકે વેચવાનો સમય આવ્યો છે. પશુનો નિભાવ ખર્ચ ખૂબ જ મુશ્કેલ બન્યો છે. ખાખીજાળીયા ગામના ખેડૂત દ્વારા સાત વિઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેનો ખર્ચ તેને ૮૨૦૦૦ જેવો થયો હતો. સામે નુકશાની સવા થી દોઢ લાખની થઇ છે. બેંકમાંથી લોન ધિરાણ લીધેલ હોય ખર્ચને પહોંચી વળવા બીજો ખેતી સિવાય તેની પાસે બીજો કોઈ આધાર નથી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જો આમાં સરકાર દ્વારા કોઈ જ સહાય કરવામાં નહીં આવે કે વીમાકંપની દ્વારા વીમો પાસ કરવામાં નહીં આવે તો ખેડૂતોને દવા પી ને આપઘાત કરવાનો સમય આવશે એટલી હદે હાલત ખેડૂતોની ખરાબ થઈ ગઈ છે.
જો ખેડૂતો આપઘાત કરશે તો એની જવાબદારી વીમા કંપની ની રહેશે. જ્યારે અન્ય બે ખેડૂતોએ પાંચ વિઘામાં વાવેલ એરંડા અને દસ વિઘામાં વાવેલ મગફળીને પણ વ્યાપક નુકશાન થવા પામ્યું છે. જેમના ખર્ચ સામે નુકસાની વધુ હોય. બેંકોના ધિરાણ લોન લીધેલા હોય. તેની ભરપાઈ કરી શકે એવી હાલતમાં ના હોય અને મગફળી સાવ ફેઈલ થયેલ છે. અતિવૃષ્ટિના વરસાદ બાદ ખેડૂતોને જ્યાં કળ વળે ત્યાં ફરી માવઠુ થતા ખેડૂતોનો ઘાસચારો પણ નિષ્ફળ નીવડ્યો છે. ખેડૂતો દ્વારા અવારનવાર તંત્ર ને છેલ્લા એક મહિનાથી રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ખેતીવાડી અધિકારી આજ દિન સુધી કોઇ સર્વે કરવા નથી આવ્યા કે નથી આવ્યા વીમા કંપની વાળા. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ખેડૂતો ની વાત કોઈ ધ્યાને લેતું ન હોવાથી ખુબજ હતાશામાં જીવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે