Attack on Jayanti Sardhara: રાજકોટમાં મોટી ઘટના બની છે. રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો થયો છે. કણકોટ-મવડી રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હતો. ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આરોપ કરાયો છે. જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર હુમલો
મળતી માહિતી અનુસાર રાજકોટનાં કણકોટ-મવડી રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત જંયતી સરધારાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ગિરિરાજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જયંતી સરધારાએ આ જીવલેણ હુમલાનો આરોપ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા પર લગાવ્યો છે.


ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી


ખોડલધામ નરેશ પટેલના કહેવાથી હુમલો કર્યો
હુમલા બાદ પાટીદાર આગેવાન જયંતી સરધારાનું નિવેદન પણ સામે આવ્યું છે. જયંતી સરધારાએ આરોપ લગાવતા કહ્યું કે, ખોડલધામના નરેશ પટેલના રહેવાથી આ હુમલો તેમના પર કરવામાં આવ્યો છે. PI સંજય પાદરિયાએ નરેશ પટેલનું નામ લઈને હુમલો કર્યો હોવાનો આરોપ જયંતી સરધારાએ કર્યો છે. 


જયંતી સરધારા સરદાધામમાં ઉપપ્રમુખ છે
નોંધનીય છે કે, ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરઝેર છે. જયંતી સરધારા સરદારધામમાં ઉપપ્રમુખ પદ પર છે. જયંતી સરધારા કહ્યું કે, સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો ? ત્યાર પછી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયંતી સરધારાએ જણાવ્યું કે, મારા પર હથિયાર વડે હુમલો કર્યો હતો. જો હું ત્યાંથી ભાગી ના ગયો હોત તો મારા પર ફરી હુમલો થયો હોત. પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.