રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપવામાં આવી છે, જેના બાદ લોકોનું જીવન ફરીથી પાટા પર આવી ગયું છે. મળેલી છૂટછાટમાં બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ રસ્તા પર થૂંકશે અથવા માસ્ક પહેર્યા વગર દેખાશે તો તેને 200 રૂપિયાનો દંડ થશે. ગુજરાતમાં પાન-મસાલા કેટલા ખવાય છે તે લોકડાઉન દરમિયાન અને અને છૂટછાટ બાદ પાન પાર્લરની દુકાનો પર જામેલી ભીડથી માલૂમ પડી ગયું. આવામાં પાનમસાલા ખાઈને રસ્તા પર થૂંકવુ એ પણ ગુનો બની રહેશે. આવા લોકો માટે રાજકોટની એક કંપનીએ અનોખો તોડ શોધી નાંખ્યો છે. 


આવતીકાલથી 9000 જેટલા આઉટલેટ્સ પર 2% વ્યાજના લોન માટે ફોર્મ મળશે : અશ્વિની કુમાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની રોજર મોટર કંપનીએ સ્પીટિંગ ટોબેકો ડિસ્પોઝીંગ ગ્લાસ બનાવ્યા છે. જે લોકો રસ્તા પર કે જાહેર સ્થળ પર થૂંકે છે તે લોકો માટે આ ગ્લાસ બહુ જ ઉપયોગી બની રહેશે. સ્પીટિંગ ટોબેકો ગ્લાસ કેમિકલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ ખાસ પ્રકારના ગ્લાસ કેમિકલનો ઉપયોગ કરી બનાવેલ છે. ગ્લાસમાં થૂંકવાથી થૂંક અંદર જામી જાય છે. સામાન્ય રીતે થૂંકદાનીમા થૂંકવાથી અંદર દુર્ગંધ આવે છે. પરંતુ આ પ્રકારના ગ્લાસમાંથી કોઇ દુર્ગંધ આવતી નથી. આમ, ગ્લાસના ઉપયોગથી સ્વચ્છતા રાખી શકાય અને જાહેરમાં કોઇ ન થૂંકે તો કોરોનાનું સંક્રમણ પણ અટકાવી શકાય છે. 


ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતીયા આફ્રિકામાં અપહરણકારોની ચુંગાલમાંથી બચ્યા, 19 દિવસ બાદ છૂટકારો 


કંપની દ્વારા આવતા દિવસોમાં જાહેર સ્થળ પર ઉપયોગ કરી શકાય આ માટે મનપા અને વહીવટી તંત્ર સાથે વેચાણ માટે વાતચીત કરવામાં આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લોકો પાન, માવા અને ગુટકાનું વ્યસન કરે છે. આવામાં આ પ્રકારના ગ્લાસ તેઓને દંડથી બચાવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર