રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં ટ્રાફિક શાખાનાં કોન્સ્ટેબલનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોએ કોન્સ્ટેબલની બધી પોલ ખોલી નાંખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતોની આક્રમક લડત સામે PepsiCo ઘૂંટણિયે પડ્યું, પરત ખેંચશે કેસ


રાજકોટ શહેરનાં ગોંડલ રોડ ઓવરબ્રીજ પર ટ્રાફિક શાખાનાં રાહિદ અબ્દુલભાઇ નામનાં કોન્સ્ટેબલે ગોંડલનાં યોગીરાજસિંહ રાજપૂતને ટ્રિપલ સવારી અને ચાલુ બાઇકે મોબાઇલમાં વાત કરતા રોક્યો હતો. જોકે પહેલા તો ટ્રાફિક કોન્સ્ટેબલ રાહિદે બાઇક ચાલકને નિયમાનુસાર 1500 રૂપિયા આપવા કહ્યું હતું, નહિં તો બાઈક ડિટેઇન કરવાનું કહ્યું હતું. ત્યારબાદ બાઇક ચાલકે 500 રૂપિયા લઇને મામલો થાળે પાડવા અપીલ કરી હતી. ત્યારબાદ ટ્રાફિક કોન્સ્ટેબલે નિયમાનુસાર પાવતી આપવાને બદલે રૂપિયા 500ની લાંચ સ્વીકારી હતી. 


ફાની વાવાઝોડાની ગુજરાતની આ ટ્રેનને થઈ સીધી અસર, સ્ટેશન પર મુસાફરો અટવાયા


જોકે આ સમગ્ર ઘટના બાઇક ચાલકે મોબાઇલમાં કેદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને ટ્રાફિક કોન્સ્ટેબલ રાહિદ અબ્દુલને જોઇન્ટ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જોઇન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રીનાં કહેવા મુજબ, રાજકોટ શહેરમાં ટ્રાફિક કોન્સ્ટેબલનાં અનેક વીડિયો વાયરલ થાય છે. જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલ પર સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. જો આ પ્રકારે વાહન ચાલકો પાસે કોઇ પોલીસ રૂપિયાની માંગણી કરે તો વીડિયો લઇને પોલીસને જાણ કરવા અપીલ કરવામાં કરી હતી.