સત્યમ હંસોરા/રાજકોટ : 22 દિવસથી ગાયબ યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો તે યુવક મયર આખરે મળી આવ્યો છે. પોલીસ દ્વારા મયૂરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડો શ્યામ રાજાણીની હોસ્પિટલ પણ પોલીસ દ્વારા સીલ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં સંડોવાયેલા તબીબનો વિવાદીત ઇતિહાસ પણ ખૂલ્યો છે. કહેવાય છે કે, મયુરે જ ડોક્ટરના આડા સંબંધો વિશે ડોકટરની પત્નીને જાણ કરી હતી. જેને કારણે તેમના સંબંધો વણસ્યા હતા. તો બીજી તરફ, ડો. શ્યામ રાજાણી અગાઉ પણ સોનોગ્રાફીના કેસમાં ઝપટે ચઢ્યા હતા. આ વિશે તેની પત્ની કરિશ્મા ગાંધીએ પણ કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં યુવાનને માર મારતો વીડિયો વાઇરલ થયો હતો. જે મામલે પોલીસે ડો.શ્યામ રાજાણીની અટકાયત કરી હતી. ઘણાં વર્ષો પહેલાં રાજકોટ મહાનગરપાલિકાની હેલ્થ ટીમ દ્વારા હોસ્પિટલમાં ગેરકાયદે સોનોગ્રાફી કરતા ઝડપાયા હતાં અને હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તબીબના વિદેશી યુવતીઓ સાથેના ફોટો પણ વાઇરલ થયા છે.


ડાયમંડમાં આવશે તેજી, નાના કારખાનાઓ જીવંત કરવાનો આ છે નવતર પ્રયોગ


મહત્વનું છે, કે વીડિયોમાં યુવાન રાજકોટની લાઇફ કેર હોસ્પિટલમાં કામ કરતો મયૂર મોરી હોવાનું સામે આવ્યું છે. ગીરસોમનાથાના પ્રાસલાનો મયુર મોરી છેલ્લા 22 દિવસથી ગુમ થયો છે. વાઇરલ થયેલા આ વીડિયોમાં યુવાન તબીબને કગરી રહ્યો છે અને વિનંતી કરી રહ્યો છે તેને ના મારો..તેણે કોઈને કંઈ પણ નથી કહ્યું. આ સમગ્ર ઘટના સામે આવી ત્યારે તબીબે પોતાનો બચાવ કર્યો હતો. અને વીડિયો બે મહિના પહેલાનો હોવાનો તથાં યુવતીઓની છેડતી સહિતના વિવિધ ગુનામાં સામેલ હતો. તેથી તેને સમજાવવા માટે માર માર્યો હોવાનું નિવેદન આપ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા ક્લિક કરો...