રાજપીપળા: 80 પથારીની સિવિલમાં 150 દર્દીઓ, સાત દિવસે એકવાર આવે છે સર્જન
રાજપીપળા સિવિલ હોસ્પિટલની ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લેતા દર્દીઓની હાલત જોઇને તેઓ દ્રવી ઉઠયા હતા. જો કે રાજપીપળા સિવિલ હોસ્પીટલમા ક્ષમતા કરતા વધુ દર્દીઓ દાખલ થયા હોવાનું બહાર આવ્યુ છે. રાજપીપલા સિવિલ હોસ્પીટલની સ્થાપના વર્ષ 1919માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી. 1997માં આ હોસ્પીટલને સિવિલ હોસ્પીટલમાં કન્વર્ટ કરાઇ હતી.
રોજેન્દ્ર દોશી/રાજપીપળા: રાજપીપળા સિવિલ હોસ્પિટલની ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લેતા દર્દીઓની હાલત જોઇને તેઓ દ્રવી ઉઠયા હતા. જો કે રાજપીપળા સિવિલ હોસ્પીટલમા ક્ષમતા કરતા વધુ દર્દીઓ દાખલ થયા હોવાનું બહાર આવ્યુ છે. રાજપીપલા સિવિલ હોસ્પીટલની સ્થાપના વર્ષ 1919માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી. 1997માં આ હોસ્પીટલને સિવિલ હોસ્પીટલમાં કન્વર્ટ કરાઇ હતી.
80 બેડની ક્ષમતા સામે 150 દર્દીઓ દાખલ થઇ જતા ખાટલા ખુટી પડયા હોવાનું સાંસદ મનસુખ વસાવાને ધ્યાને આવતા તેઓ તાત્કાલીક પોતાના ટેકેદારો સાથે ત્યા પહોચીને પરિસ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું. શરૂઆતમાં તો સાંસદ ગુસ્સામાં જણાતા હતા પરંતુ સાચી સ્થિતીનો ખ્યાલ આવતા જ તેઓએ મુખ્યમંત્રીને રજુઆત કરશે તેવું જણાવ્યુ હતુ.
જુલાઇમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, દલિતો અને ખાતર મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવો
સાંસદ પહોચ્યા ત્યારે હોસ્પીટલનાં તમામ બેડ ફુલ હતા જેથી લોબીમાં એક ગાદલા પર ત્રણ-ત્રણ દર્દીઓને સુવડાવ્યા હતા. જો કે સીવીલ સર્જન ત્યાં આવી પહોંચતા જ સાંસદે હકીકતથી વાકેફ કરતા જ સાચી સ્થિતીનો ખ્યાલ આવ્યો હતો. હકીકત એવી છે કે, નર્મદા જીલ્લામા રોજ-બરોજ નાનાં મોટા ૪ થી ૫ અકસ્માત થાય છે. તેમજ ખાસ કરીને ઉનાળામાં વધુ દર્દીઓ દાખલ થતા જ આ સ્થિતી ઉદભવી હતી.
સુરત પોલીસ કમીશ્નરનું જાહેરનામું, હવે જાહેરમાં બર્થ-ડેના સેલિબ્રેશન પર પ્રતિબંધ
દર્દીઓ વધી પડતા આજથી ૫ વર્ષ પહેલા નવી સિવિલ હોસ્પીટલનું ખાતમુર્હુત કરાયુ હતુ જો કે, ત્યા પણ હોસ્પીટલનાં બાંધકામ બાબતે બે કોન્ટ્રાકટરો વચ્ચે ગજગ્રાહ થતા આખો મામલો હાઇકોર્ટમાં પહોચતા આખી હોસ્પીટલનું કામકાજ ખોરંભે ચઢયુ છે. મુલાકાત સમયે ઓર્થોપેડીક સર્જનની તબિયત ખરાબ હોય તેઓ રજા પર હોવાનુ અને સર્જનની હંગામી નિમણૂંક થયેલ હોય તેઓ સપ્તાહમાં એકવાર વિઝીટ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. હાલ તો સાંસદે સમગ્ર બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરાશે તેમ જણાવ્યુ છે.