જુલાઇમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, દલિતો અને ખાતર મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવો

જુલાઈ મહિનામાં ફરીવાર રાજ્યની રૂપાણી સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે. આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. 21 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ અને નવી નીતિઓનું અંદાજપત્ર રજૂ કરવામાં આવી શકે છે. વિધાનાસભાના આ ચોમાસા સત્રમાં કોંગ્રેસ રૂપાણી સરકારને પાણી, ખાતર અને દલિતોના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.

જુલાઇમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, દલિતો અને ખાતર મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવો

બ્રિજેશ દોશી/અમદાવાદઃ જુલાઈ મહિનામાં ફરીવાર રાજ્યની રૂપાણી સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે. આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. 21 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ અને નવી નીતિઓનું અંદાજપત્ર રજૂ કરવામાં આવી શકે છે. વિધાનાસભાના આ ચોમાસા સત્રમાં કોંગ્રેસ રૂપાણી સરકારને પાણી, ખાતર અને દલિતોના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.

જુલાઈના પહેલા સપ્તાહ માં મળશે ગુજરાત વિધાનસભા નું નિયમિત બજેટ સત્ર મળશે અને આ બજેટ સત્ર 19 થી 23 દિવસનું હોઇ શકે છે. પાંચ દિવસ સુધારેલા અંદાજપત્રની રજૂઆત અને એની સામાન્ય ચર્ચા પણ આ સમય દરમિયાન થશે. જેમાં અંદાજપત્રીય માંગણીઓ ઉપરની ચર્ચા માટે 12 દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. જ્યારે ત્રણ દિવસ સરકારી કામકાજ અને વિધયકો માટે ફાળવાશે.

હવે કોર્પોરેશન એએમસીના કર્મચારીઓને આપશે 108ના સ્ટાફ જેવી સ્પેશિયલ ટ્રેનિંગ

લગભગ પહેલી જુલાઈ આસપાસ સત્રની શરૂઆત થશે અને સુધારેલા અંદાજપત્રને લઇ હાલ વિવિધ સરકારી વિભાગોમાં ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. નાણાં વિભાગની અન્ય વિભાગો સાથે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ખેડુત, મહિલા, યુવા રોજગારી સહિતના મુદ્દાઓને આગામી અંદાજપત્રમાં સ્થાન આપવામાં આવશે. મહત્વનું છે કે, લોકસભા ચુંટણીના કારણે અગાઉ લેખાનુદાન રજૂ કરવામાં આવ્યું હતું.

ગત થોડા મહિનામાં બનેલી રાજ્યમાં બનેલા કૌભાંડો જેવા કે મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ અને ખાતર કૌભાંડને લઇને કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. જ્યારે કોંગ્રેસ હાલમાં જ થયેલા દલિતોના વરઘોડા પરના વિવાદને લઇને પણ કોંગ્રેસ સરકારનું નાક દબવવાનો પ્રયાસ કરી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news