રાજપીપળા: ડેડીયાપાડામાં જંગલ ખેડવા મુદ્દે ફોરેસ્ટ, શાકવા અને કોલીવાડા ગામના લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર જીવલેણ હૂમલો
જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જંગલની જમીન ખેડવા મુદ્દે બે દિવસ પહેલા જ શાકવા અને કોલીવાડ ગામના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં કપાસનાં વાવેતર ઉખેડવા માટે આજે ફોરેસ્ટ અધિકારીઓ મજુર સાથે પહોંચ્યા હતા. દરમિયાન 100 લોકોનાં ટોળા દ્વારા ફોરેસ્ટનાં અધિકારીઓને અટકાવવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ આવી પહોંચી હતી અને તોફાની તત્વોને પકડીને લઇ જવાઇ રહ્યા હતા. ત્યારે ટોળાએ ફોરેસ્ટ અને પોલીસના કાફલા પર હુમલો કર્યો હતો.
નર્મદા: જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જંગલની જમીન ખેડવા મુદ્દે બે દિવસ પહેલા જ શાકવા અને કોલીવાડ ગામના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં કપાસનાં વાવેતર ઉખેડવા માટે આજે ફોરેસ્ટ અધિકારીઓ મજુર સાથે પહોંચ્યા હતા. દરમિયાન 100 લોકોનાં ટોળા દ્વારા ફોરેસ્ટનાં અધિકારીઓને અટકાવવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ આવી પહોંચી હતી અને તોફાની તત્વોને પકડીને લઇ જવાઇ રહ્યા હતા. ત્યારે ટોળાએ ફોરેસ્ટ અને પોલીસના કાફલા પર હુમલો કર્યો હતો.
જે શ્રમિકોને વતન મોકલવા ખાસ ટ્રેન દોડાવી હતી, તેમને સુરતમાં પરત લાવવા માંગ ઉઠી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ખટામ રાઉન્ડની બોર બીટમાં કંપાર્ટમેન્ટ 334 રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ફુલસિંગ વાગડીયા વસાવા, અમરસિંહ વસાવા, નવજી અમરસિંગ અસાવા, નરેશ વસાવા દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને કપાસનું વાવેતર કર્યું હતું. 2 સપ્ટેમ્બરે નેતરંગના મદદનીશ સંર7ણ એ.ડી ચૌધરી કોલીવાડ ગામે 30 મજુરીની મદદથી ઉખેડવા લાગ્યા હતા. જેના પગલે દિનેશ વસાવા, જીજ્ઞેશ વસાવા, રામસિંગ વસાવા, ફુલસિંગ વસાવા અને કોલીવાડ બોગજ ગામના છગન વસાવા સહિત 100 લોકોનું ટોળુ આવી પહોંચ્યું હતું. હોબાળો કરતા ફોરેસ્ટ અધિકારીએ પોલીસ બોલાવી હતી.
વડોદરામાં તંત્ર છુપાવી રહ્યું છે કોરોનાના મોતનો સાચો આંકડો, અંતિમ સંસ્કારમાં લાંબુલચક વેઈટિંગ
ફોરેસ્ટ અધિકારીઓએ ડેડીયાપાડા પોલીસે 4-5 તોફાની તત્વોને પકડી પોલીસ વાહનમાં બેસાડવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એક આરોપીને છોડાવી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલ અલ્પેશ વસાવા અને હરેન્દ્ર વસાવાને ઇજા પહોંચી હતી. તથા પોલીસની ગાડી GJ 22 GA 0187 ને નુકસાન પહોંચ્યું હતું. આ મુદ્દે પોલીસે 30થી વધારે લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
બનાસકાંઠામાં પાટીલ બોલ્યા, કોંગ્રેસનો ગઢ ભૂતકાળ થશે, ઈતિહાસ જલ્દી જ બદલાશે
અત્રે ઉલ્લેખનીય ચે કે, ડેડીયાપાડાના શાકવા અને કોલીવાડા ગામના લોકો વચ્ચે રિઝર્વ ફોરેસ્ટ જમીનમાં ખેડાણ કરવા મુદ્દે માથાકુટ થઇ હતી. આ મુદ્દે ગુનો નોંધાયો હતો. હાલ તો 30 લોકોનાં ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ટુંક સમયમાં આ અંગે મોટી ધરપકડ કરી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube