Rahul Gandhi Controversial statement on Rajput : સરદાર નગરી બારડોલી ખાતે ગઈકાલે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. રાજપૂત સમાજનો રૂપાલા અને સરકાર સામેનો વિરોધ યથાવત છે. ભાજપના ગઢ બારડોલી વિસ્તારમાં યોજાયેલું આ સંમેલન ભાજપ માટે ધમકી સમાન બની રહ્યુ હતું. આ સંમેલનમાં હજારો ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. ત્યારે રૂપાલા બાદ રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિયો બરાબરના બગડ્યા હતા. સંકલન સમિતિએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી હોય કે રૂપાલા, રાજા-મહારાજાઓનું અપમાન નહીં ચલાવી લેવાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી નિવેદન મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવે છે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ રાજા મહારાજા વિશે વાતો કરે એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાહુલ ગાંધી જેવા જવાબદાર વ્યક્તિ આવી વાત કરે એ યોગ્ય નથી. ક્ષત્રિય સમાજ દ્વારા મિટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.રૂપાલા વિરુદ્ધ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત


 


સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા, માથે પલ્લુ લઈ કરી એક્ટિંગ